• રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહિ તેનો ફોડ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ના પાડ્યો

  • ભાજના ધારાસભ્ય ગોવિંદ પટેલે રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગણી કરી


રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. પરંતુ ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી પણ નિર્ણય લેવાયો નથી. ત્યારે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ હજી નિર્ણય લેવાયો નથી. આમ, રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહિ તેનો ફોડ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ના પાડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કોરોનાને ભગાડવા શ્રીફળના તોરણ લગાવ્યા, રાજકોટના ગામેગામ અંધશ્રદ્ધાને કારણે વેક્સિનેશન અટક્યું    


ભાજપના ધારાસભ્યએ રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગ કરી 
તો બીજી તરફ ભાજના ધારાસભ્ય ગોવિંદ પટેલે રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ધોરણ 10માં રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો. ધોરણ 10 માં એક કે બે વિષયમાં ફેલ રિપીટરને માસ પ્રમોશન આપો. રાજકોટ ભાજપના MLA ગોવિંદભાઈ પટેલે આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે ફી મામલે પણ કહ્યું કે, કોરોના કાળ દરમિયાન ફી વધારો યોગ્ય નથી. હું આ બાબતે કાંઈ જ બોલી શકું નહિ. સ્કૂલ સંચાલકો અને
વાલીઓ વચ્ચેનો પ્રશ્ન છે.


આ પણ વાંચો : વિશ્વ પર્યાવરણ દિવસ પર સુરતની એવી મહિલાની વાત, જેમને મળ્યું છે‘તુલસીભાભી’ ઉપનામ