બ્રિજેશ દોશી/ અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવવા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર કોરોના મામલે ઢીલાપણું રાખવા માંગતી નથી. આજે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કેસો સંદર્ભે અને વેકસીનેશન સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. દેશમા કોરોનાની ત્રીજી લહેર ન આવે તે બાબતે ચર્ચા થઈ હતી. કોરોનાના બીજા ડોઝ માટે લગભગ 32 લાખ લોકોએ ડોઝ લીધો નથી,  ત્યારે આ 32 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં માટે અભિયાન ચલાવવામાં આવશે. આશા વર્કર બહેનો ને ઇનસેન્ટિવ આપીને પણ બાકી રહેલ વેકસીનેશનની કામગીરી પુરી કરવામાં આવશે. સેલ્ફ હેલ્ફ ગ્રુપ કે આશા વર્કર ને કેટલું ઇનસેન્ટિવ આપવું તે નક્કી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આપણે દેશમાં પણ તહેવારો પત્યા પછી કેસ વધ્યા છે, જેના કારણે કેન્દ્ર સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો પાસે વેક્સિનેશનને લઈને વિગતો મંગાવી છે. આજે કોરોનાના કેસોની સમીક્ષા પણ કરવામાં આવી છે. રસીકરણ અંગે પણ તેમણે વિગતો મેળવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ત્રીજી લહેરના ભરડામાં ન આવીએ તે માટે તકેદારી રાખીશું. ગુજરાતે પ્રતિ મિલિયન કેસોમાં ઘણું સારું કર્યું છે. પરંતુ તેમ છતાં ગુજરાત માટે એક ચિંતાજનક વાત છે. બીજો ડોઝ લેવામાં 32 % લોકો બેદરકાર રહ્યા છે. ત્યારે  આશા વર્કર સહિત સ્થાનિક ટીમો કામે લગાડી લોકોને બીજો ડોઝ અપાશે. પહેલા ડોઝમાં 92% કામગીરી થઈ છે, બાકીની 8% પણ ઝડપથી પૂર્ણ કરીશું.


અમદાવાદીઓ આ વિસ્તારમાં જતા પહેલા ચેતી જજો! 20 ઘરના 85 લોકો માટે મીની લોકડાઉન


તેમણે જણાવ્યું હતું કે, કોરોના વધતા કેસો વચ્ચે બાળકોની રસી અંગે કોઈ ચર્ચા થઈ નથી. બુસ્ટર ડોઝની વાત પણ પરીક્ષણ હેઠળ છે, પણ એમાં કોઈ વિશેષ ડેટા નથી. રાજ્યમાં લોકો દિવાળીના તહેવારોમાં બહાર હતા એટલે ટેસ્ટિંગ ઘટ્યું હતું. બહારથી આવનારા લોકોનું ટેસ્ટિંગની તકેદારી રાખી છે. હવે ગુજરાતમાં નિરામય ગુજરાત અભિયાન ચલાવવામાં આવશે. 


ચેતી જજો: દિવાળી બાદ ત્રીજી લહેરના ભણકારા! અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો


ઋષિકેશ પટેલે કહ્યું કે, પાછલા થોડો સમય લોકો તહેવારમાં બહાર ગયા હતા. ત્યારે જ્યાંથી કેસ મળ્યા છે અને જ્યાંથી ટ્રાન્સફર થઈને આવ્યા છે તેને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે. આશા રાખીએ કે કેસો વધુ ન આવે. જોકે કેસ વધશે નહીં તેની આગાહી કરી ન શકાય. બિન ચેપી રોગોના કારણે મૃત્યુ નું પ્રમાણ વધુ હોય છે. જેને લઈને રાજ્ય સરકાર નિરામય યોજના શરૂ કરવા જઈ રહી છે. શુક્રવારે નિરામય યોજના તરીકે ઉજવણી કરવામાં આવશે. જ્યાં તપાસ અને ચકાસણીની કામગીરી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube