ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. વિવિધ નેતાઓ અલગ અલગ રાજીનામા અંગે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેવામાં પાટીદાર આંદોલન દરમિયાન મહત્વનો ચહેરો અને હાલ કોંગ્રેસનો મહત્વનો ચહેરો તથા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાણીના નેતૃત્વમાં 2022 માં લડીશું તો 182 માંથી 82 સીટ પણ નહી આવે: સર્વે બાદ રાજીનામું લઇ લેવાયું


કોરોના કાળ દરમિયાન ઓક્સિજનનો અભાવ, મૃતદેહો, હોસ્પિટલમાં બેડના મળવો, સ્મશાનગૃહોમાંથી આવતી ભયાનક તસવીરો દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબીને કલંકિત કરવામાં આવી છે. રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી, વેપારીઓ સામે આવી રહેલી કટોકટી, યુવાનોમાં વધતી બેરોજગારી, ઉદ્યોગો બંધ થવાથી રાજ્યના લોકો પરેશાન છે.  દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર ક્યાં સુધી પોતાની નિષ્ફળતા છુપાવશે?


‘નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું...’ વિજય રૂપાણીની વિદાય પર વિપક્ષનો વાર


ગુજરાતમાં વર્ષ 2014 પછી પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ અમારા આંદોલન બાદ આવી અને હવે ફરી એકવાર મુખ્યમંત્રીએ જનતાની ભારે નારાજગી બાદ રાજીનામું આપવું પડ્યું. પરંતુ વાસ્તવિક પરિવર્તન આવતા વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી ઉખેડી ફેંકશે. ભાજપની વિકાસની વાતોની વાસ્તવિકતા હવે ઉઘાડી પડી ગઇ છે. તેમને હાર સામે દેખાઇ રહી છે. માટે ભાજપ ધમપછાડા કરી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube