ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણની આગાહી કરી છે. એટલે કે રાજ્યના તાપમાનમાં ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદવાદમાં આગામી 3 દિવસ બાદ 41થી 42 ડીગ્રી થશે. 23 અને 24 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આજે અમદાવાદમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે પોરબંદર અને વેરાવળમાં મહત્તમ તાપમાન 5 ડીગ્રી વધુ નોંધાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો, જાણો ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા 9 મોટા કેસની કહાની


હવામાન વિભાગ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, હજી પણ ખેડૂતોના માથે માવઠાંનું સંકટ યથાવત રહેશે. આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ચોંકાવનારો રિપોર્ટ : અમેરિકા જવાના ખ્વાબ જોનારા ગુજરાતી બની રહ્યાં છે અંધશ્રદ્ધાળુ


આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ ચોમાસા જેવી આગાહી થઈ રહી છે. ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરાઈ છે જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, હજુ પણ ગુજરાતના માટે કમોસમી વરસાદની સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુંકે, આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે રહેશે.


આ રાશિવાળા પર 15 દિવસ સુધી રહેશે સૂર્યગ્રહણની સૌથી વધુ અસર, જાણો શું ધ્યાન રાખવું


ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર આગામી પાંચ દિવસ મોટું સંકટ છે. આગામી પાંચ દિવસમાં નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, તાપી, વલસાડ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં એક ડિગ્રી વધી કે ઘટી શકે છે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન  ઘટશે..


વિશ્વમાં સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ કોણ છે, લશ્કરમાં પણ કામ કર્યું છે; અહીં જાણો


ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં વાવાઝોડા સાથે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં કમોસમી વરસાદની આગાહી  છે. હવામાન વિભાગે ભરઉનાળે ફરી માવઠાને લઈને આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.