Surya Grahan 2023: આ રાશિવાળા પર 15 દિવસ સુધી રહેશે સૂર્યગ્રહણની સૌથી વધુ અસર, જાણો શું ધ્યાન રાખવું
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે સવારે 7 વાગે અને 5 મિનિટ લાગ્યું હતું. જેનું સમાપન 12 વાગે અને 29 મિનિટ પર થયું. આ સૂર્યગ્રહણમાં સૂર્ય,ચંદ્રમા, રાહુ અને બુધનો સંયોગ પણ બન્યો છે. આ સાથે જ શનિની દ્રષ્ટિ પણ આ ગ્રહણ પર છે.
સૂર્યગ્રહણની સૌથી વધુ અસર મેષ રાશિ પર પડી રહી છે. કારણ કે સૂર્યગ્રહણ મેષ લગ્નમાં જ લાગ્યું છે. આથી આગામી 15 દિવસ સુધી આ રાશિવાળા પર સૂર્યગ્રહણની અસર રહેશે. ગ્રહણના પ્રભાવથી મેષ રાશિવાળાના દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે. ભાગીદારીમાં પણ પરેશાની આવી શકે છે.
આર્થિક દ્રષ્ટિકોણથી પણ આ ગ્રહણ ખુબ નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસવાળા લોકોને ખોટ જઈ શકે છે.
કાનૂની મામલાઓમાં પણ મેષ રાશિવાળા ફસાઈ શકે છે. રસ્તા પર ચાલતા જતા ધ્યાન રાખવું કે ક્યાંક વાહન દુર્ઘટના ન ઘટે.
આગામી 15 દિવસ સુધી સ્વાસ્થ્યનું સૌથી વધુ ખ્યાલ રાખવો પડશે. પેટ સંલગ્ન સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી પરેશાની વધી શકે છે.
બિનજરૂરી ખર્ચા પણ વધી શકે છે. આથી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. રોકાણ પણ સમજી વિચારીને કરવું નહીં તો ભારે નુકસાન થઈ શકે છે.
વેપાર સંબંધિત કોઈ ખોટો નિર્ણય લેવાઈ શકે છે. જેના કારણે તમારે ભવિષ્યમાં નુકસાન ઉઠાવવું પડી શકે છે.
નોકરીયાતોએ પણ કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
Trending Photos