જો જો તમને કોઇએ નકલી ડિગ્રી સર્ટિફિકેટ તો નથી પકડાવી દીધું ને? ગુજરાતનું સામે આવ્યું મસમોટુ કૌભાંડ
પોલીસે વધુ એક વખત નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વિદેશ જવા ઇચ્છતા લોકો પોતાની PR એપ્લીકેશનમાં માર્ક વધારવા અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવા માટે નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવતા હતા. જેની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પુરાવા એકત્રિત કરી અન્ય રાજ્યોની યુનિવર્સિટી પાસે ખરાઇ કરી બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવતા મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
ગૌરવ દવે/રાજકોટ : પોલીસે વધુ એક વખત નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વિદેશ જવા ઇચ્છતા લોકો પોતાની PR એપ્લીકેશનમાં માર્ક વધારવા અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવા માટે નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવતા હતા. જેની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પુરાવા એકત્રિત કરી અન્ય રાજ્યોની યુનિવર્સિટી પાસે ખરાઇ કરી બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવતા મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આશાબેનના નિધનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત, 182નો આંકડો અપશુકનિયાળ સાબિત!
આ કૌભાંડીઓમાં ધર્મિષ્ઠા જેવીન માકડીયા, પારસ અશોક ખજૂરીયા અને વૈભવ રાજેશ પાટડીયા નામના આરોપીઓનો સમાવેશ થાય છે. આ શખ્સો પર આરોપ છે ચાર ચાર યુનિવર્સિટીની નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવાનું કૌભાંડ આચરવાનો. રાજકોટ પોલીસે બાતમીના આધારે સાધુ વાસવાણી રોડ પર રહેતા અને મેઘાલય રાજ્યની વિલયમ કેરી યુનિવર્સિટીની નકલી માર્કશીટો બનાવી આપતા ધર્મિષ્ઠાબેન માકડીયાની ધરપકડ કરી હતી. બાદમાં તપાસ કરતા તેની બાઇકની ડેકીમાંથી ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડુપ્લિકેટ શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી.
આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર બની છેલ્લી સ્મૃતિચિત્ર... ટ્વીટમાં લખ્યો હતો આ સંદેશ
મેઘાલયની યુનિવર્સિટીનું સર્ટિફિકેટ અપાતું હતું
જે અંગે ખરાઇ કરવા મેઘાલય રાજ્યની વિલયમ કેરી યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો. જેમાં માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસ તપાસમાં મહિલા અગાઉ માહારાષ્ટ્રના નાંદેર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ વર્ષે ડુપ્લિકેટ માર્કશીટ તથઆ સર્ટિફિકેટ બનાવવા અંગે ફરિયાદ નોંધાઇ ચૂકી છે. આરોપી ધર્મિષ્ઠા નકલી ડિગ્રી તેમજ માર્કશીટ પોતાના દિલ્હીના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી મેળવતી હતી. આ સાથે જ પોલીસે બાતમીના આધારે બીજી રેઇડ વિદ્યાનગર મેઇન રોડ પરથી પારસ જૈનની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી આગ્રા તથા અલ્હાબાદ ઉત્તરપ્રદેશ રાજ્યની પોસ્ટ ગ્રેજ્યુએશન ડુપ્લિકેટ શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. બાદમાં ઉત્તરપ્રદેશની યુનિવર્સિટીનો સંપર્ક કરતા આ માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું સામે આવતા ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આવતીકાલે સિદ્ધપુરમાં આશાબેન પટેલના થશે અંતિમ સંસ્કાર...જાણો નીતિન પટેલે શું કહ્યું?
70 હજારથી 1 લાખમાં મનફાવે તે ડિગ્રી મેળવો
પારસ રૂપિયા 70 હજારથી એક લાખ રૂપિયા મેળવી સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે સર્ટિફિકેટ બનાવનાર અમદાવાદના દર્શન કોટકની સંડોવણી હોવાનું સામે આવતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, દર્શન કોટક 50 હજાર રૂપિયા કમિશન મેળવી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું પારસ જૈનની પૂછપરછમાં ખુલ્યું છે. જ્યારે પારસે રાજકોટના વૈભવ પાટડિયા અને અમદાવાદના અપૂર્વ પટેલને માર્કશીટ બનાવી આપી હોવાનું ખુલતા રાજકોટના વૈભવની ધરપકડ કરી અમદાવાદના અપૂર્વ પટેલની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં 70 હજારથી લઇ 1.25 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ બનાવી આપતા હોવાની કબૂલાત આપી છે.
સાચા જનસેવક હતા ઊંઝાથી ભાજપના MLA ડો.આશાબેન પટેલ, તેમના નિધનથી મોટી સામાજિક ખોટ પડી
કઈ કઈ યુનિવર્સિટીની આપતા હતા ડિગ્રી તેમજ માર્કશીટ?
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, આગ્રા, વિલિયમ કેરી યુનિવર્સિટી તેમજ ઉત્તરપ્રદેશ અને અલ્હાબાદની યુનિવર્સિટીની નકલી ડિગ્રી તેમજ માર્કશીટ બનાવી આપતા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે, વિદેશ જવા માટે પીઆર મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ તેમનો સંપર્ક સાધતા હતા. વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને ગ્રેજ્યુટ કરતા પોસ્ટ ગ્રેજ્યુટના માર્ક્સ વધુ કાઉન્ટ થતા હોવાથી તેઓ આ પ્રકારે નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ મેળવવાનો આગ્રહ રાખતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube