આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર બની છેલ્લી સ્મૃતિચિત્ર... ટ્વીટમાં લખ્યો હતો આ સંદેશ

ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર છેલ્લી સ્મૃતિચિત્ર બની રહી હતી.

આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર બની છેલ્લી સ્મૃતિચિત્ર... ટ્વીટમાં લખ્યો હતો આ સંદેશ

ઝી ન્યૂઝ/ બ્યુરો: ઊંઝા ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. દિલ્હીથી પાછા ફર્યા બાદ આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયો હતો. ત્યારબાદ તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે તેમનું નિધન થયું હતું. 

તમને જણાવી દઈએ કે ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર છેલ્લી સ્મૃતિચિત્ર બની રહી હતી. તમને જણાવીએ કે પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીર આશાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર પેજ પર પોસ્ટ કરી હતી. જેમાં આશાબેન પટેલે લખ્યું હતું કે આપણા દેશના પરિશ્રમી, સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, દેશના સૌથી લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબને સાથી ધારાસભ્યો સહ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો.

— Dr. Asha Patel (@DrAshaPatel) December 8, 2021

દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા ત્યારે આશાબેન પટેલની સાથે તેમની સાથે વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય ઝંખના પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મંત્રી વિભાવરી બેન દવે સહિતની મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, 8મી ઓગસ્ટે દિલ્હીના પ્રવાસ બાદ આશાબેન પટેલને ડેન્ગ્યુ થયો હતો. પછી તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અત્રે નોંધનીય છે કે, આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news