સુરત : રાજ્યના અલગ અલગ શહેરોમાં કિન્નર બની લોકોને લૂંટી લેતી ગેંગનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે સુરતના વરાછામાં કિન્નરના સ્વાંગમાં ઘરમાં ઘુસીને સાસુ-પુત્રવધુને બેભાન કરીને 142100 લૂંટ કરનાર પુરુષ નીકળ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. આરોપીએ આ પહેલા આવી રીતે કોઈ સ્થળે લૂંટ ચલાવી છે કે શું તે દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. લંબે હનુમાન રોડ પર પ્રભદર્શન સોસાયટીમાં બિલ્ડર પ્રકાશભાઈ ઝવેરભાઈ લિંબાસિયા પરિવાર સાથે રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીમાં દિવસે વિજળી આપવા ખેડૂતોની ઉગ્રમાંગ, સૂર્યોદય યોજનાનો અમલ કરવા તંત્રને અપીલ


રવિવારે સવારે તેમના પત્ની વિલાસબેન અને પુત્રવધુ રીતીકાબેન ઘરે એકલા હાજર હતા. ત્યારે એક કિન્નર આવ્યો હતો. તેને માતાજીના દિવાના તેલ માટે 21880 રૂપિયા માંગ્યા હતા. વિલાસબેને રૂપિયા નથી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ કિન્નરે પાણી માંગતા વિલાસબેને તેને એક ગ્લાસ પાણી આપ્યું હતું. કિન્નરે થોડું પાણી પીને થોડું પાણી ગ્લાસમાં રાખ્યું હતું. ત્યાર બાદ કિન્નરે એક ગ્લાસમાં કંકુ અને ચોખાવાળું પાણી માંગતા વિલાસબેન રસોડામાં જઈને કંકુ-ચોખાવાળું પાણી લઈને આવ્યા હતા. ત્યાર બાદ કિન્નરે પહેલા ગ્લાસનું બચેલું પાણી વિલાસબેન અને રીતીકાબેનના હથેળીમાં આપીને માતાજીનું નામ લઈને તે પાણી પીવાનું કહ્યા બંને જણા પાણી પી ગયા હતા. 


કચ્છની એક એવી કળા કે જે વિલુપ્ત થવાના આરે, ભલભલા રાજાઓને ડોલાવી દેતી હતી આ કળા


કિન્નરે તે પાણીમાં ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હોવાથી સાસુ-પુત્રવધુ બંને બેહોશ થઈ ગયા હતા. કિન્નર બંનેને બેહોશ કરીને ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા 2100 રૂપિયા મળીને કુલ 142100 રૂપિયાની મત્તાની લૂંટ કરીને નાસી ગયો હતો. વિલાસબેને આ અંગે પોલીસમાં ફરિયાદ આપી હતી. સીસીટીવીમાં કિન્નર સ્પષ્ટ દેખાતો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચે કિન્નરને ઝડપી પાડ્યો છે જે ખરેખર પુરુષ છે. પોલીસે મહેશનાથ પરમાર,બાબુનાથ પરમાર અને રામસેવક શર્મા ની કરી ધરપકડ છે. આ ગેંગ પાસેથી સોચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube