લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતી
લોરેન્સ બિશ્નોઈની મે મહિના 2023માં ગુજરાત એટીએસ દ્વારા ભુજ ખાતે પકડાયેલ 39 કિલો ડ્રગ્સ કેસમાં નામ ખુલતા nia કોર્ટ મારફતે ટ્રાન્સફર વૉરંટથી ધરપકડ કરી ભુજ 39 કિલો ડ્રગ્સ કેસમાં રિમાન્ડ મેળવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કર્યો હતો.
ઉદય રંજન/અમદાવાદ: લોરેન્સ બિશ્નોઈ આ નામ વાચતા કે સાંભળતા ગેંગસ્ટર ની છબી આંખ સામે ઉભી થઈ જાય છે લોરેન્સ બિશ્નોઈની બીજી એક ઓળખ હિન્દુ ડોન તરીકેની પણ છે. ત્યારે આજે આપણે એ જાણીશું કે આ હિન્દુ ડોન સાબરમતી સેન્ટ્રલ જેલ શું શું કરે છે અને શું હોય છે લોરેન્સ બિશ્નોઈ નો નિત્યક્રમ...
લોરેન્સ બિશ્નોઈની મે મહિના 2023માં ગુજરાત એટીએસ દ્વારા ભુજ ખાતે પકડાયેલ 39 કિલો ડ્રગ્સ કેસમાં નામ ખુલતા nia કોર્ટ મારફતે ટ્રાન્સફર વૉરંટથી ધરપકડ કરી ભુજ 39 કિલો ડ્રગ્સ કેસમાં રિમાન્ડ મેળવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ પર સીઆરપીસી 268 લગાડવામાં આવી છે.
તો શું છે સીઆરપીસી 268?
ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 268 રાજ્ય સરકારને અમુક લોકોને જેલમાંથી દૂર કરવામાં રોકવાની સત્તા આપે છે.
રાજ્ય સરકાર કોઈ વ્યક્તિ અથવા વર્ગના લોકોને જેલમાંથી બહાર કાઢવાથી રોકવા માટે સામાન્ય અથવા વિશેષ આદેશ જાહેર કરી શકે .જ્યાં સુધી તે રદ કરવામાં ન આવે ત્યાં સુધી આ આદેશ અમલમાં રહે છે. આ આદેશ કલમ 268 હેઠળ કરવામાં આવેલા કોઈપણ આદેશને વ્યક્તિ અથવા વર્ગના લોકો માટે અરજી કરતા અટકાવે છે. રાજ્ય સરકાર ગમે ત્યારે આદેશ જાહેર કરી શકે છે.આદેશ આપતા પહેલા રાજ્ય સરકારે આ બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. ગુનાની પ્રકૃતિ, વ્યક્તિની કેદ માટેના કારણો, જો વ્યક્તિને દૂર કરવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર વ્યવસ્થામાં ખલેલ થવાની સંભાવના સહિતના મુદ્દા ધ્યાનમાં લેવાય છે.
લોરેન્સ બિશ્નોઈ ક્યારે જાગે છે ?
લોરેન્સ બિશનોઈ સવારે બ્રહ્મ મુહર્તમાં જાગે છે એટલે કે સવારે 3: 30થી 4 વાગ્યે જાગી જાય છે અને પહેલા સ્નાન કરે છે. બાદમાં ધોતી પહેરી યોગ અને વ્યાયામ બાદમાં કલાકો સુધી હનુમાન ચાલીસાના પાઠ કરે છે. આ સહિત હિન્દુ ધર્મના આવતા ધાર્મિક તહેવાર અને નવરાત્રિમાં ઉપવાસ રાખીને માતાજીની પૂજા અર્ચના કરે છે.
લોરેન્સ બિશનોઈ શું જમે છે?
લોરેન્સ બિશનોઈ આખા દિવસમાં માત્ર ફ્રૂટ, ડ્રાયફ્રુટ, પનીર જ ખાય છે અને લોરેન્સ અન્ન ખાતો નથી.
છેલ્લા ઘણા વર્ષોથી લોરેન્સના જેલવાસમાં ખાવાપીવાનો ખર્ચો લોરેન્સની માતા ઉઠાવે છે. લોરેન્સની જેલ ખાતેની મુલાકાત માત્ર તેના મામા જ અવારનવાર આવતા હોવાનું જેલ સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે લોરેન્સ ખૂબ ઓછી વાત કરે છે. પોલીસ અધિકારીઓ સાથે અને એકલો શાંત બેસી રહે છે. જાણવા મળ્યું છે કે લોરેન્સને હાલમાં કોઈ પણ પ્રકારનું વ્યસન નથી પહેલા વ્યસન કરતો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.