ગૌરવ દવે/રાજકોટ: દેશભરમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં લગોલગ પહોંચી ગયા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2660 રૂપિયા પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાદ્યતેલના વેપારીનું કહેવું છે કે, મગફળીની આવક ન હોવાથી અને બજારમાં મગફળીની કિંમત ઊંચી હોવાથી સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ કપાસ બજારમાં ઊંચા ભાવે વેંચાતા ભાવ ઊંચકાયા છે. એટલું જ નહીં રસિયા અને યુક્રેન યુદ્ધને કારણે સનફ્લાવર અને પામોલીન તેલની આયાત ઓછી છે. જેને કારણે ભાવ વધી રહ્યો છે.


ખાદ્યતેલના ભાવ પર નજર કરીએ તો...
સિંગતેલ - 2750
કપાસિયા તેલ - 2650 થી 2700
સન ફલાવર - 2600થી 2750
મકાઈનું તેલ - 2350 થી 2530
સોયાબીન તેલ - 2650 થી 2700


ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થતું હોય છે પરંતુ આ વખતે મગફળીના ભવા વધુ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં આવેલી સિંગતેલ અને કપાસિયાની મિલો 70 ટકા બંધ છે. માત્ર 30 ટકા જ મિલ ચાલુ છે. તો બીજી તરફ ગૃહિણીઓ પણ ખાદ્યતેલના ભાવ વધતા ઘરના બજેટ ખોરવાયા છે. 


ગૃહિણીઓનું કહેવું છે કે, દૂધ થી લઈને તેલ સુધીની તમામ સામગ્રીઓ મોંઘી બની છે જે ઘર 5000 રૂપિયામાં ચાલતું હતું તેમ બમણો વધારો થયો છે હવે ઘર 10000 થી 12000 રૂપિયામાં ચાલે છે. સરકારે નિયંત્રણ કાયદાની કડક અમલવારી કરી મોંઘવારી કાબુમાં કરે તેવી માંગ કરી હતી.