વિશ્વ વિખ્યાત ડાકોર મંદિરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર છે શંકા
જગવિખ્યાત ડાકોરમાં પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીને શુદ્ધતા પર મંદિરના પુજારીએ જ સવાલ ઉઠાવ્યા છે.. જી હાં, ડાકોર મંદિરના પુજારી આશિષ સેવકે પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીની શુદ્ધતા પરખવાની માંગ કરી છે.
ઝી બ્યુરો/ખેડા: આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરૂપતી મંદિરમાં પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચામાં છે.. એવામાં હવે ગુજરાતમાં પણ પ્રસિદ્ધ યાત્રાધામની પ્રસાદને લઈને વિવાદ શરૂ થયો છે.. જી હાં, જગવિખ્યાત ડાકોરમાં પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીને શુદ્ધતા પર મંદિરના પુજારીએ જ સવાલ ઉઠાવ્યા છે.. જી હાં, ડાકોર મંદિરના પુજારી આશિષ સેવકે પ્રસાદી બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીની શુદ્ધતા પરખવાની માંગ કરી છે. કેમ, ડાકોરની પ્રસાદી પર પુજારીને શંકા છે .
ગુજરાતમાં ક્યા ફૂંકાશે ઝડપી પવન? કયા જિલ્લાઓમા છે ભારે વરસાદની આગાહી? ક્યારે થશે બંધ
યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને સવાલ ઉઠાવતા અને પ્રસાદની શુદ્ધતા અંગે ચકાસણી કરવાની માગ કરતા આ વ્યક્તિ ડાકોર મંદિરના પૂજારી છે. તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ હજી સમેટાયો નથી ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર ઠાલવી ભક્તોને અપાતીનો પ્રસાદીના લાડુની તપાસ કરવા માંગ કરી છે.
ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, આ વિસ્તારોને કરાયા સચેત! ધડાધડ પાણી
યાત્રાધામ ડાકોરમાં દૈનિક લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે.. એટલા માટે ભક્તોને અપાતા પ્રસાદને લઈને સવાલ આવે તો જરૂરથી ચિંતાનો વિષય છે.. એટલા માટે ZEE 24 કલાકની ટીમ ડાકોર પહોંચી અને રણછોડરાય મંદિરના પુજારી આશિષ સેવક સાથે પોતે કરેલા આક્ષેપો વિશે માહિતી જાણવાનો પ્રયાસ કર્યો. લાડુના પ્રસાદમાં ઊઠેલી ફરિયાદના મુદ્દે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ચૅરમૅન પરીન્દુ ભગતે ZEE 24 કલાક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મંદિરના પ્રસાદમાં અમૂલ ઘીનો ઉપયોગ થાય છે અને ઘીનો જે લૉટ આવે છે એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. મંદિરમાં પ્રસાદના હાઇજીનનો ખ્યાલ રાખવો પડે, નહીં તો કોઈ ભક્ત આવે નહીં અને પ્રસાદ લે નહીં. ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે એમાં એક-એક વર્ષ સુધી કંઈ થતું નથી.
પહેલા દિવસે જ ગુજરાતમાં ભુક્કા! આ વિસ્તારમાં મેઘાની રમઝટ, આ રાજ્યોમાં અપાયું એલર્ટ
આ સિવાય જ્યાં પ્રસાદ બને છે ત્યાં ZEE 24 કલાકની ટીમ દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં સ્પષ્ટ રીતે જાણવા મળ્યું કે, પ્રસાદ બનાવતી વખતે સુરક્ષા અને શુદ્ધતા બંનેની સાવચેતી રાખવામાં આવે છે. ભગવાન રણછોડરાયના ભક્તો પ્રસાદને ખૂબ આસ્થાથી લઈ જતા હોય છે.. એવામાં પ્રસાદ પર ઉઠતા સવાલોને લઈને ભક્તો પણ ચિંતિત છે.. જોકે, સારી વાત એ છેકે, મંદિર ટ્રસ્ટ પર ભક્તો ભરોસો કરી રહ્યા છે.
જાણી લેજો, ફાયદામાં રહેશો! ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
ડાકોર ગામ એ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સ્થિત છે, અને અહીં વિદ્યમાન રણછોડરાયજીના મંદિર માટે જ તે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. આ મંદિર મધ્યે રણછોડરાયજીનું અત્યંત મનોહારી રૂપ પ્રસ્થાપિત થયું છે. ન માત્ર ગુજરાતમાંથી પરંતુ, સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ રણછોડરાયજીના દર્શન માટે ડાકોર આવે છે. રણછોડરાયજી અહીં ડાકોરના ઠાકોર તેમજ રાજા રણછોડના નામે પણ પૂજાય છે. કહે છે કે પ્રભુનું આ રૂપ એટલું તો સુંદર છે કે પ્રથમવાર દર્શન કરવા માત્રથી જ ભક્તોને તેની માયા લાગી જાય છે! ડાકોર મંદિરમાં આ રીતે પ્રસાદને લઈને સવાલ ઉઠવા તે જરૂરથી ચિંતાનો વિષય છે.