મહેસાણાઃ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપની ટિકિટ પર આ બેઠકની પેટાચૂંટણી લડી રહેલા આશાબેન પટેલની એક ઓડીયો ક્લિપ સવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે મોડી સાંજે તેમણે પ્રતિક્રિયા આપતા ઓડીયો ક્લિપમાં તેમના પર લગાવાયેલા તમામ આક્ષેપો વખોડી કાઢ્યા હતા, પરંતુ આ ઓડીયો ક્લિપ તેમની છે કે નહીં તેના અંગે એક પણ ટિપ્પણી કર્યા વગર તેમણે ચાલતી પકડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઓડિયો ક્લિપમાં આશાબેન પટેલ દ્વારા પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને પૈસા આપવાની અને તેમને ભાજપની તરફેણમાં મત આપવા માટે રાજી કરવા અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. 


શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ


વાયરલ ઓડીયો ક્લિપ અંગે પ્રતિક્રિયા આપતા આશાબેન પટેલે કહ્યું કે, "મારી જોડે પૈસા છે જ નહીં અને હું પૈસાની વહેંચણી કરનારી વ્યક્તિ નથી. હું તો પ્રેમભાવથી ચાલતી વ્યક્તિ છું અને મને પ્રજાનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તેને જોતાં તમે સમજી શકો કે લોકો મારી સાથે કેટલા પ્રેમભાવથી જોડાયેલા છે."


આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા


તેમણે વધુમાં કહ્યું કે, " હું આવા કોઈ સેટિંગમાં પડતી નથી. મારી ઉપર જે આક્ષેપો કરાયા છે તે તમામ ખોટા છે અને હું તેમને વખોડી કાઢું છું."


જૂઓ આશાબેનની વાયરલ થયેલી ઓડીયો ક્લિપ....


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...