હાર્દિક દિક્ષિત, વડોદરા: વડોદરા શહેરમાં વેબસાઈટના માધ્યમથી ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેકેટમાં સામેલ એજન્ટ તેમજ એક કોલગર્લની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેર પોલીસને માહિતી મળી હતી કે શહેરમાં વેબસાઈટના માધ્યમથી દેહ વ્યાપારનું નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે પોલિસે જુદી-જુદી વેબસાઈટ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ એક વેબસાઈટ શંકાના દાયરામાં આવતા પોલીસે વેબસાઈ પર આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી યુવતીઓના ફોટા મંગાવ્યા હતા. ત્યારબાદ પોલીસે બોગસ ગ્રાહક મોકલી શહેરના અમિતનગર સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું.


પોલીસે છટકું ગોઠવી બોગસ ગ્રાહક મોકલ્યાના ગણતરીના સમયમાં જ જીવન ભૂલ નામનો એજન્ટ સ્વરૂપવાન યુવતીને લઈને આવતા કોલગર્લ તેમજ એજન્ટ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર એસ્કોર્ટ સર્વિસના નામે ચાલતા આ સેક્સ રેકેટમાં વેબસાઈટ પર મોબાઈલ નંબર મૂકી જે ગ્રાહકના ફોન આવે તેમને કોલગર્લના ફોટો મોકલવામાં આવતા હતા. બાદમાં ભાવ નક્કી કરી યુવતીઓ સપ્લાય કરવામાં આવતી અને જો કોઈ ગ્રાહક હોટેલની ડિમાન્ડ કરે તો એજન્ટ દ્વારા હોટલ બુક કરાવીને યુવતીને જેતે સ્થળે મોકલી આપવામાં આવતી હતી.


કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી આઈ આર એ જાડેજાના જણાવ્યા અનુસાર આરોપી એજન્ટ જીવન ભૂલ એસ્કોર્ટ સર્વિસના નામે વેબસાઈ પર મોબાઈલ નંબર મુકતો હતો અને જો કોઈ ગ્રાહક ફોન કરે તો વોટ્સએપ પર યુવતીઓના ફોટા નીચે ભાવ લખી મોકલતો હતો. ભાવ નક્કી કર્યા બાદ હોટલ બુક કરાવી અથવા તો ગ્રાહક એ આપેલા સરનામે યુવતીને મોકલતો હતો. આસામ, અરુણાચલ, મિઝરોમ જેવા નોર્થ ઇસ્ટના રાજ્યોમાંથી યુવતીઓ લાવી વડોદરામાં સપ્લાય કરતો હતો. 


એજન્ટ જીવન ભૂલ ભૂતકાળમાં આ જ પ્રકારના ગુનામાં સયાજીગંજ તેમજ ગોરવા પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. જેલમાંથી છૂટયા બાદ પુનઃ સેક્સ રેકેટ શરૂ કરતા ફરી એકવાર કારેલીબાગ પોલીસે એજન્ટ જીવન ભૂલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube