ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં હાલ કોરોનાની કહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 39 કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે સંપૂર્ણ ભારતને 21 દિવસ માટે લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ કોરોના વાયરસના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને કોરોના વાયરસની તમામ માહિતી મળી રહે તે માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હેલ્પલાઇન નંબર પરથી મેળવી શકશો જાણકારી
જો કોઈ વ્યક્તિએ કોરોના અંગે કોઈ માહિતી મેળવવી હોય તો '7433000104' આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજમાં તમારે નમસ્તે લખવાનું રહેશે. ત્યારબાદ તમને તમારા મોબાઇલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળી જશે. 


ગરીબોને સરકાર કરશે મદદ
રોજ કમાવીને રોજ ખાનારા ગરીબો બે દિવસથી કામધંધો રોજગાર બંધ હોવાથી બેરોજગાર બન્યા છે. આવક ન થવાથી આવા પરિવારો કફોડી સ્થિતિમાં ન મૂકાયા તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જાહેરાત કરી કે, ગુજરાતના ગરીબોને 21 દિવસ મફત અનાજ આપવામાં આવશે. કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 


Social Distancingનો ગુજરાતનો આ પ્રયોગ આખા દેશમાં વખાણાઈ રહ્યો છે 


તેમણે કહ્યું કે, આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે. \


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર