ગુજરાતનાં ઇતિહાસ આવું ક્યારે નથી થયું? ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
પેથાપુરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિ એક બાળકને સ્વામીનારાયણ ગૌશાળા પાસે મુકીને ફરાર થઇ ગયો હતો. 11 માસનું આ બાળક જોતા જ ગમી જાય તેટલું સુંદર હોવા છતા પણ પાશ્વી નર રાક્ષસે કેમ તેને છોડવું પડ્યું તે વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. હાલ તો આ બાળકને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાત મુલાકાત લઇને બાળકની સાથે મુલાકાત લીધી હતી. બાળકને રમાડ્યું પણ હતું. બાળકની તમામ જરૂરિયાતો પુર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ બાળકના ગુનેગારને શક્ય તેટલી ઝડપી શોધવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત નાગરિકોને સોશિયલ મીડિયાને તાકાત બતાવવા માટે પણ અપીલ કરી છે.
ગાંધીનગર : પેથાપુરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિ એક બાળકને સ્વામીનારાયણ ગૌશાળા પાસે મુકીને ફરાર થઇ ગયો હતો. 11 માસનું આ બાળક જોતા જ ગમી જાય તેટલું સુંદર હોવા છતા પણ પાશ્વી નર રાક્ષસે કેમ તેને છોડવું પડ્યું તે વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. હાલ તો આ બાળકને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાત મુલાકાત લઇને બાળકની સાથે મુલાકાત લીધી હતી. બાળકને રમાડ્યું પણ હતું. બાળકની તમામ જરૂરિયાતો પુર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ બાળકના ગુનેગારને શક્ય તેટલી ઝડપી શોધવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત નાગરિકોને સોશિયલ મીડિયાને તાકાત બતાવવા માટે પણ અપીલ કરી છે.
મિત્રો સાથે બાઈક રેસના શોખમાં સુરતના યુવકની જિંદગી હોમાઈ, ગરબાથી પરત ફરતા નડ્યો અકસ્માત
હર્ષ સંઘવીએ આ બાળકના માતા પિતા (ગુનેગાર) જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હું ગાંધીનગર નહી છોડું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જ્યાં સુધી બાળકના માતા પિતા નહી મળે ત્યાં સુધી ગાંધીનગર બહાર નહી જવાનું પ્રણ લીધું હતું. તેણે જણાવ્યું કે, ગાંધીનગર બહારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. રવિવારે સુરતમાં યોજાનાર જનઆશીર્વાદ યાત્રાઓ પણ રદ્દ કરવામાં આવી છે. રવિવારે તેઓની ભવ્યજનઆશિર્વાદ યાત્રાનું આયોજન કરાયેલું હતું. જો કે હવે ગૃહમંત્રીની આ જાહેરાતથી હવે તેમનો કાર્યક્રમ રદ્દ જાહેર થયો છે.
કોણ છે દિપ્તી પટેલ, જે ખરા અર્થમાં તરછોડાયેલા સ્મિતના ‘જશોદા’ બન્યા અને 17 કલાકથી આપી માતાની હૂંફ
ZEE 24 કલાક દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યએ અભિયાનને બિરદાવ્યું હતું. આ ઉપરાંત બાળકના માતા-પિતાની અપીલ કરી હતી. Zee 24 કલાકના અભિયાનને બિરદાવ્યું હતું. નિમાબહેને કહ્યું કે, ઝી 24 કલાક માનવતા માટે મોટુ કામ ગરી રહ્યું છે. અને બાળકના વાલીને કોઈપણ જાતની તકલીફ હોય તો તેને સહયોગ મળી રહેશે. જો કોઇ નાગરિકને ખબર હોય તો તેઓ માહિતી આપે. તેઓ આગળ આવે અને આ માસૂમ ને જલ્દી તેના માતાપિતાનો મેળાપ થાય તેવું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube