ભાઇએ જમીન વેચી બહેનના લગ્ન કર્યા, લંપટ વરરાજાએ ગાડી નહી આવતા યુવતીને લીધા વગર ચાલતી પકડી
જિલ્લાના નાપાડ વાંટામાં બનેલી વિચિત્ર ઘટના ચર્ચાસ્પદ બની છે. ધામધૂમથી લગ્ન કરવા માટે આવેલા વરરાજા ભાગી છુટતા ચકચાર મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વરરાજાએ વિદાય સમયે પોતે યુવતી સાથે બીએમડબલ્યુ કારમાં જશે તેવી શરત મુકી હતી. જો કે માંડવામાં બીએમડબલ્યુ કાર નહી આવતા વરરાજાએ કન્યાને લીધા વગર જ ચાલતી પકડી હતી. વરરાજાના આવા વર્તનથી હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. અનેક વડીલોએ તમામ પ્રકારનાં મનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. જો કે વરરાજા માન્યા નહોતા અને ચાલતી પકડી હતી. બે દિવસથી સમાજના આગેવાનો દ્વારા તેને મનાવવા માટેા પ્રયાસો પણ ચાલી રહ્યા છે.
આણંદ : જિલ્લાના નાપાડ વાંટામાં બનેલી વિચિત્ર ઘટના ચર્ચાસ્પદ બની છે. ધામધૂમથી લગ્ન કરવા માટે આવેલા વરરાજા ભાગી છુટતા ચકચાર મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વરરાજાએ વિદાય સમયે પોતે યુવતી સાથે બીએમડબલ્યુ કારમાં જશે તેવી શરત મુકી હતી. જો કે માંડવામાં બીએમડબલ્યુ કાર નહી આવતા વરરાજાએ કન્યાને લીધા વગર જ ચાલતી પકડી હતી. વરરાજાના આવા વર્તનથી હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. અનેક વડીલોએ તમામ પ્રકારનાં મનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. જો કે વરરાજા માન્યા નહોતા અને ચાલતી પકડી હતી. બે દિવસથી સમાજના આગેવાનો દ્વારા તેને મનાવવા માટેા પ્રયાસો પણ ચાલી રહ્યા છે.
GUJARAT CORONA UPDATE: નવા 31 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
આણંદના નાપાડ વાંટા ગામમાં લગ્ન પુર્ણ થયા બાદ પોતાની શરતો નહી માનવાના કારણે વરરાજાએ આને મુદ્દો બનાવીને ચાલતી પકડી હતી. ગાડી માંડવા સુધી કેમ ન આવી તેને મુદ્દો બનાવીને ચાલતી પકડી હતી. કન્યાને લીધા વગર જ જાન લીલા તોરણે પાછી ફરી હતી. આ સમગ્ર ઘટનાને પગલે સભ્ય સમાજ સામે સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે પંથકના લોકો ચોંકી ઉઠ્યા હતા. આ મામલે હાલ તો જય ભારતી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
ગાડી હવે મહુવા બોર્ડર જવાની... મહુવા સર્કિટ હાઉસમાં બિયરની રેલમછેલનો વીડિયો વાયરલ
આ યુવકને હાલ મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે સવાલ એજ છે કે આ યુવક કદાચ માની પણ જાય તો આવા યુવક સાથે પુત્રીને પરણાવીને પણ કોઇ અર્થ નથી. આવો યુવક ભવિષ્યે પણ આ પ્રકારની કરતુતો નહી કરતો રહે તેવી કોઇ ગેરેન્ટી નથી. તેવામાં આવા લાલચુ યુવક સાથે જીવન કઇ રીતે પસાર કરાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, નાપાડ વાંટમાં પિતા નહી હોવાથી ભાઇએ પોતાની જમીન ગીરવે મુકી હતી. તમાકુના પૈસા આવતા કરિયાવર સહિત અન્ય વ્યવસ્થાઓ કરી હતી. મહેમાનની આગતા સ્વાગતા કોઇ કસર ન રહે તે માટે ગજાબહારનો ખર્ચ કરાયો હતો. તેમ છતા આવું થતા હાલ તો થું થું થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube