અમદાવાદ : શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક દ્વારા યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી હતી. યુવકે શરૂઆતમાં તો લગ્નની લાલચ આપીને વારંવાર મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ તો યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરના નાગરિકો ધરમધક્કા ખાઈને કંટાળ્યા, છતાં ડ્રાઈવિંગ લાયસન્સ મળતા નથી


ફરિયાદી યુવતીનો વર્ષ 2019 માં ફેસબુક દ્વારા એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ફેસબુક પર અનેક વખત વાતચીત થાય ત્યાર બાદ બંન્નેએ મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. ત્યાર બાદ તેઓ અલગ અલગ સોશિયલ મીડિયા માધ્યમોમાં સંપર્ક કર્યો હતો. જો કે ત્યાર બાદ યુવકે યુવતીને ગુરૂકુળ મળવા માટે બોલાવી હતી. ત્યાં બંન્ને મળ્યા હતા. જો કે યુવતીનો પતિ નાઇટ શિફ્ટમાં કામ કરતો હોવાનું જાણ્યા બાદ એક દિવસ યુવક મહિલાના ઘરે જ પહોંચી ગયો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. પછી તો આ લગભગ રોજનું થઇ ગયું હતું. 


સુરતમાં 21.48 કરોડનું ઉઠામણું કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી


જો કે ગયા મહિને ફરિયાદી યુવતીના પતિ નાઇટ શિફ્ટમાં કામે ગયા હતા. આરોપી તેના ઘરે પહોંચી ગયો હતો. બંન્નેએ ફરી એકવાર સંબંધો બાંધ્યા હતા. જો કે મહિલાએ હવે છુટા પડવાનું કહેતા યુવકે તેને બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું હતું. જો શારીરિક સંબંધો નહી બનાવે તો તેના અંગત સંબંધ બાંધવાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. હાલ તો આરોપીની પુછપરછ શરૂ કરીને વધરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube