સુરતમાં 21.48 કરોડનું ઉઠામણું કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એ.ડી.એસ કલ્ચર તથા અન્ય ફર્મથી દીક્ષીતભાઈ મિયાણી, રવિ તથા અનશભાઈ ઇકબાલભાઈ મોતીયાણીએ ફર્મ શરૂ કરી હતી

સુરતમાં 21.48 કરોડનું ઉઠામણું કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચેતન પટેલ, સુરત: સુરતના વરાછા ગ્લોબલ માર્કેટમાં પેઢી બંધ કરી 21.48 કરોડનું ઉઠામણું કરનાર આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં દલાલ તેમજ મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ દ્વારા 04.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રીકવરી કરવામાં આવ્યો હતો. અન્ય બંને વોન્ટેડ આરોપી દુબઈ ભાગી ગયા હોવાની માહિતી મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એ.ડી.એસ કલ્ચર તથા અન્ય ફર્મથી દીક્ષીતભાઈ મિયાણી, રવિ તથા અનશભાઈ ઇકબાલભાઈ મોતીયાણીએ ફર્મ શરૂ કરી હતી. આ ત્રણેય ઠગબાજોએ દલાલ રફીક ઉર્ફે અલ્લારખા પેનવાલા, જીતેન્દ્ર માંગુકીયા તથા મહાવીર પ્રસાદ ટાપરીયા સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડી નાખ્યું હતું. આયોજન મુજબ વિવર્સ પાસેથી કપડાનો માલ ખરીદી સમય સર ચુકવણી કરવામાં આવી હતી.

જો કે, બાદમાં આ તમામ ઠગબાજોએ 100 થી વધુ વિવર્સો પાસેથી અંદાજીત 24 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. બાદમાં બંને ફર્મ બંધ કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ઝી 24 કલાક દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ગૃહમંત્રીએ વિવર્સોને બોલાવી ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. બાદમાં વરાછા પોલીસે તુરંત મનોજભાઈ નાગજીભાઈ માવાણીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે એડીએસ કલ્ચર ફર્મના વહીવટ કર્તા મુખ્ય આરોપી દીક્ષીત મિયાની અને માલ વેચનાર અમજીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. અમજી આ કૌભાંડ બાદ દુબઈ ભાગી ગયો હતો. આ સાથે અન્ય આરોપી અનસ અને રવિ પણ દુબઈ ભાગી ગયો છે. જેથી પોલીસની એક ટિમ બનાવી બંનેની શોધખોળમાં લગાવી દેવામાં આવી હતી. આ સાથે પોલીસે 4.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બજાર ભાવ કરતા ઓછા ભાવે માલ કાચા વેચાણ કરી તે આરોપી એમજી પેનવાલાને પકડી ડીટેઇન કરી પૂછપરછ કરી તપાસ કરતા આરોપી દીક્ષીત વરાછા ગ્લોબલ માર્કેટમાં દુકાન રાખી વિવર્સો પાસેથી દલાલ મહાવિર પ્રસાદ ટાપરીયા તથા જીતેન્દ્ર દામજી માંગુકીયા તથા બીજા અન્ય દલાલો મારફતે માલ લઇ આ લીધેલ માલ પોતાના ભાગીદાર આરોપી અનશભાઈ મોતીયાણી તથા આર.એન.સીમાં પણ તેણે ભાગીદારી કરી માલ કાચાને ઓછા ભાવે અમજી સાથે મળી તેને દલાલી આપી વેચાણ કરતા હતા.

તેઓએ જે વેપારીને માલ વેચાણ કરતા તે વેપારીઓ સાથે વિવર્સી ડાયરેક્ટ ન થાય તે માટે તેઓએ આરોપી રવિ ગોહીલના નામે ઓમ ફેબ્રીક્સ ફર્મથી ગ્લોબલ માર્કેટમાં દુકાન ચાલુ કરી અને તેઓની નવી રોલિંગ પાર્ટીને માલ કાચામાં રોકડામાં મોકલતા પરંતુ જેના બિલ ઓમ ફેબ્રીક્સ ફર્મના નામે બનાવી કાચામાં રોકડામાં વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news