ઝી મીડિયા/બ્યૂરો :8મી અનલોક 1માં ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા છે. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાતના કેટલાક મંદિરોના દ્વાર 8મીએ નહિ ખૂલે. એવા અનેક મંદિરો છે, જેઓએ 8મી જૂને મંદિર ન ખોલવાનો નિર્ણય કર્યો છે. સાળંગપુરનું સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરના ભક્તોએ હજુ દર્શન માટે જોવી રાહ જોવી પડશે. સરકારની સૂચના મુજબ 8 તારીખે મંદિરો ખોલી શકાશે, પરંતુ વડતાલ મંદિરના આદેશ મુજબ 17 જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. અન્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તોએ દર્શનની જોવી પડશે રાહ જોવી પડશે. ત્યાં સુધી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. મંદિર ખૂલ્યા બાદ દર્શન માટે સરકારના નિયમ મુજબ 20 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. માસ્ક વગરના કોઈપણ વ્યક્તિને પ્રવેશ તેમજ મંદિરમાં દર્શન નહિ કરી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવાગઢ મંદિર આ તારીખે ખૂલશે
પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મંદિર શરૂ કરવા બાબતે મોટો ખુલાસો કરાયો છે. આગામી 20 જૂન સુધી નિજ મંદિરના દ્વાર ખોલવામાં નહિ આવે. ભક્તોને મા મહાકાળીના દર્શન માટે રાહ જોવી પડશે. મંદિરના નવ નિર્માણનું કાર્ય ચાલુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. 20 જૂન બાદ નિર્ણય લેવાશે. સરકાર દ્વારા લોકડાઉન બાદ 8 મી જૂનથી મંદિર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે પોતાના લેટરપેડ પર જાહેરાત કરી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સાવચેતીના પગલાં રૂપે કોવિડ 19 માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.


સુરત બાપ્સ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે કે, 15 જૂન સુધી મંદિરના દ્વાર નહિ ખુલે. સુરતમાં કોરોનાના વધતા જતા કેસને લઈને આ નિર્ણય લેવાયો છે. મદિર દ્વારા જણાવાયું કે, હરિ ભક્તોના સ્વાસ્થયના ધ્યાને રાખીને મંદિરના દ્વાર મોડા ખોલશે. 


કચ્છના આ મંદિરો 8મીએ ખૂલી જશે 
તો બીજી તરફ, કચ્છમાં વિવિધ ધાર્મિક સ્થળોના દ્વારા સોમવારથી દર્શનાર્થી ખુલશે. માતાના મઢ આશાપુરા મંદિર, નારાયણ સરોવર, ત્રિવિક્રમ રાય મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર, સરહદે આવેલો કાળો ડુંગર દત્ત મંદિર, દેશલપરમા લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીના મંદિરો, ભૂજનું આશાપુરા મંદિર.... આ તમામ મદિરો સરકારી નીતિ-નિયમો મુજબ ખુલ્લા મુકાશે. ભાવિકોને ચુસ્તપણે માસ્કને સેનેટાઈઝરનો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાનો રહેશે. 


કચ્છના કાળા ડુંગર ખાવડાની દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિએ જાહેરાત કરી કે, કાળા ડુંગરે ગુરુ દત્તાત્રેયના દર્શન  8 જૂન સોમવારથી કરી શકાશે. કચ્છની સીમા પરનું ગુરુદત્તાત્રય મંદિર સરકારના ગાઇડલાઇન મુજબની શરતો સાથે શ્રદ્ધાળુ ભક્તોના દર્શનાર્થે ખોલવામાં આવશે. સેનેટાઇઝર સહિતની તમામ વ્યવસ્થા મંદિરમાં ગોઠવવામાં આવશે. દરેક શ્રદ્ધાળુને માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે. હાલમાં બીજી જાહેરાત થાય ત્યાં સુધી ભોજનાલય અને નિવાસ સુવિધા બંધ રહેશે. માત્ર દર્શન પૂરતી વ્યવસ્થા કરાઈ રહી છે. મંદિરમાં કોઈ રોકાઈ શકશે નહિ.


દ્વારકાના મંદિરો પણ ખૂલી જશે 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મંદિરો તથા ધાર્મિક સ્થળો સોમવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. જિલ્લા કલેકટર દ્વારા મંદિરમાં નિયમોની અમલવારી સાથે વિવિધ છૂટ છાટ અપાઈ છે. દ્વારકાધીશ જગતમંદિર, નાગેશ્વર મંદિર સહિતના અનેક ધાર્મિક મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલશે. દર્શનાર્થીઓ તથા જવાબદાર વ્યક્તિઓને સોશિયલ ડિસ્ટન્સ સહિત અનેક ગાઈડલાઇન્સનું પાલન કરવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર