ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2023માં સ્કૂલો ક્યારથી શરૂ કરાશે? શાળા સંચાલક મંડળે નિર્ણયને આવકાર્યો
જો આગામી દિવસોમાં તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં હશે તો શૈક્ષણિક વર્ષ 2023માં એપ્રિલથી જ શરૂ થશે. જો કે શૈક્ષણિક વર્ષમાં હાલ જેટલા દિવસો છે, એમાં ઘટાડો કર્યા વગર સરકાર તમામ આયોજન કરે એવી શાળાના સંચાલક મંડળે અપીલ કરી છે.
અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2023થી શાળાઓ એપ્રિલમાં શરૂ કરવાની સરકારે તૈયારીઓ શરૂ કરી છે. સરકારના આ નિર્ણયને શાળા સંચાલક મંડળે આવકાર્યો છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં કોરોનાના કારણે શૈક્ષણિક સત્ર મોડું થયુ હતુ. ત્યાર બાદ વર્ષ 2021માં પણ નવુ સત્ર જૂનથી શરૂ કરાયું હતુ. ત્યારે ચાલુ વર્ષે પરીક્ષા મોડી થતા જૂનથી જ નવુ સત્ર શરૂ થશે.
જો આગામી દિવસોમાં તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં હશે તો શૈક્ષણિક વર્ષ 2023માં એપ્રિલથી જ શરૂ થશે. જો કે શૈક્ષણિક વર્ષમાં હાલ જેટલા દિવસો છે, એમાં ઘટાડો કર્યા વગર સરકાર તમામ આયોજન કરે એવી શાળાના સંચાલક મંડળે અપીલ કરી છે. સરકાર શાળાઓનું શૈક્ષણિક સત્ર જૂનના બદલે એપ્રિલમાં શરૂ કરે તો સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2023 થી શાળાઓ એપ્રિલમાં શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 2020માં એપ્રિલ મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું આયોજન કોરોનાને કારણે શક્ય બન્યું ન હતું. પરંતુ વર્ષ 2021 માં પણ કોરોનાકાળ ચાલતો હોવાથી શાળાઓનું નવું સત્ર જૂન મહિનાથી જ શરૂ કરવાની ફરજ પડી હતી. ચાલુ વર્ષે હજુ પરીક્ષાઓ ચાલી રહી છે એવામાં આ વર્ષે પણ સ્કૂલમાં નવું સત્ર જૂન મહિનાથી જ શરૂ થશે.
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ તો હદ વટાવી! વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ
જો કે હવે તમામ પરિસ્થિતિઓ નિયંત્રણમાં રહે તો આગામી વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ 2023માં સ્કૂલો એપ્રિલથી શરૂ કરાશે. સ્કૂલો જુનને બદલે એપ્રિલમાં શરૂ કરવાના નિર્ણયને રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા આવકારવામાં આવ્યો છે. જો કે શૈક્ષણિક વર્ષમાં હાલ જેટલા દિવસો છે, એમાં ઘટાડો કર્યા વગર સરકાર તમામ આયોજન કરે એવી અપીલ કરી છે. સરકાર શાળાઓનું શૈક્ષણિક સત્ર જૂનના બદલે એપ્રિલમાં શરૂ કરે તો સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube