જ્યંતિ સોલંકી/વડોદરા: આખા ગુજરાત માં રખડતા ઢોરનો ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે કૂદકેને ભૂસકે વધી રહી છે. તેવામાં રખડતા ઢોરની સમસ્યાનો ભોગ બનવાની સિલસિલો યથાવત રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં હજુ તો થોડા સમય અગાઉ જ રખડતા ઢોરે ભેટી મારતા યુવકે આંખ ગુમાવી હતી. તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેને કારણે આજે ફરી એક વખત અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પાસે યુવાનને ગાયે અડફેટે લેતાં મોટો અકસ્માત થયો છે. જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને ssg હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


સુરતમાં સગીરા ડિપ્રેશનનો ભોગ બની, 50 વર્ષીય 'ઢગા' એ વિકૃતિની તમામ હદ પાર કરીને....


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પાસે યુવાનને ગાયે અડફેટે લેતાં મોટો અકસ્માત થયો હતો. ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં જેતલપુર રોડથી અલકાપુરી તરફ જતા અને મૂળ ટેટૂ પાડવાનો ધંધો કરતો હિરેન પરમારને ગાયે અડફેટે લીધો હતો. આ ઘટનામાં અચાનક કૂતરાઓ ભસતા ગાયે એકટીવા સાથે યુવાનને પછાડીને ભોંય ભેગો કરી નાંખ્યો હતો. ગાયે અડફટે લેતાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. મોઢાના ભાગે ઇજા થતાં યુવકને SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.


'હાર્દિકે અમારો કે અમે હાર્દિકનો સંપર્ક કર્યો નથી', ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનું મોટું નિવેદન


આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા યુવાનને 10 થી 12 મોઢાના ભાગે ટાંકા લીધા હતા. 


ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અઠવાડિયામાં ગાય અડફટે લેવાનો ત્રીજો બનાવ બન્યો છે. તેમ છતાં પાલિકા તંત્રની ઢોર મુક્ત વડોદરાની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે. હજુ સુધી ત્રણેય ઘટનાઓમાંથી એક્ય ઘટનામાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી. આવી ઘટનાઓને જોતા શું આવી રીતે વડોદરા સ્માર્ટસીટી બનશે? તેવી વાતો વહેતી થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube