'હાર્દિકે અમારો કે અમે હાર્દિકનો સંપર્ક કર્યો નથી', ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનું મોટું નિવેદન

ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફેક્ટર કેવા સમીકરણો ઉભા કરે છે અને કઈ પાર્ટીને કયા નેતા લાભ પહોંચાડળે તે આવનારો સમય દેખાડશે. પરંતુ આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું હાર્દિક પટેલ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

'હાર્દિકે અમારો કે અમે હાર્દિકનો સંપર્ક કર્યો નથી', ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનું મોટું નિવેદન

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી ટાણે રાજકારણમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને હાર્દિક પટેલના નામની ખૂબ જ બોલબોલા છે. હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસને બાય બાય કહી દીધું છે, પરંતુ હવે તે કંઈ પાર્ટીમાં જોડાશે તેણે લઈને ગૂંચવાડો ઉભો થઈ રહ્યો છે. હાર્દિકને લઈને ભાજપના અનેક નેતાઓનું વિરોધાભાસી નિવેદન અને ક્યાંક ભાજપમાં જોડાવા અંગેના અહેવાલોમાં સાચું શું તેમાં ગુજરાતની જનતા અટવાઈ છે. 

ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફેક્ટર કેવા સમીકરણો ઉભા કરે છે અને કઈ પાર્ટીને કયા નેતા લાભ પહોંચાડે તે આવનારો સમય દેખાડશે. પરંતુ આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વહેંચાઈ શકે છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું હાર્દિક પટેલ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, હાર્દિક પટેલે અમારો સંપર્ક કર્યો નથી, એટલે હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નથી. હાર્દિક પટેલનો નિર્ણય એમનો વ્યક્તિગત નિર્ણય છે. અમારા સુધી હાર્દિક પટેલના કોઈ સમાચાર આવ્યા નથી. આગામી સમયમાં એમણે પોતે નિર્ણય કરવાનો છે કે ભાજપમાં જોડાવું કે નહીં.

પ્રદીપસિંહ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલે આગામી સમયમાં પોતાની જાતે જ નિર્ણય કરવાનો છે કે તેમણે ભાજપમાં જોડાવવું જોઈએ કે નહીં. ભાજપના આ પ્રકારના નિવેદનથી એ સ્પષ્ટ થયુ છે કે, હાર્દિક માટે ભાજપના દ્વાર ખુલ્લા જ છે. હાર્દિક ભાજપમાં સામેલ થાય તો પાર્ટીના કોઈ પણ નેતાને વાંધો નથી. 

હાર્દિક ક્યારે ભાજપમાં જોડાશે? ZEE 24 કલાક પર જુઓ Exclusive ખબર
નોંધનીય છે કે, સૂત્રોના હવાલેથી  ZEE 24 કલાકને એક્સક્લુઝીવ સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલ બરાબર બેથી ત્રણ દિવસ પછી એટલે કે 24મી મે, મંગળવારે અથવા તો 26મી મે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. ટુંકમાં આવતા સપ્તાહે ગમે ત્યારે હાર્દિક પટેલ કેસરિયા કરી લેશે. 24મી મે અથવા 26મી તારીખે હાર્દિક પટેલ બે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. 

સૂત્રોના હવાલાથી આ ખબર મળી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પિયુષ ગોયલ હાજર રહે તેવી પણ શક્યતા છે. ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે 24 કે 26મી તારીખે 15 હજાર કાર્યકરો સાથે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. લગભગ બે કે ત્રણ દિવસ પછી હાર્દિક પટેલ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કરી શકે છે . તો વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ 24 કે 26મી તારીખે ભાજપમાં જોડાઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news