ભૂવો ક્યારે પૂરાશે? 5 મહિનાથી ભૂવાને કારણે પરેશાન હાથીજણના લોકો, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
અમદાવાદ મહાનગર પાલિકા ગોકળગાયની ગતિએ કામ કરી રહી છે. શહેરના હાથીજણ વિસ્તારમાં પાંચ મહિનાથી પડેલો એક ભૂવો પૂરવાનું કામ મનપા કરી શકી નથી. આ ભૂવાને કારણે તે વિસ્તારના લોકોએ ભારે સમસ્યાનોસામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં રસ્તા પર ભૂવા પડવા કોઈ મોટી વાત નથી. ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ ભૂવા પડવા સામાન્ય બાબત છે. જો કે સમયસર ભૂવાનું સમારકામ ન થતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવે છે. હાથીજણ વિસ્તારમાં કંઈક આવો જ ઘાટ સર્જાયો છે, ત્યાં પાંચ મહિનાથી ન તો ભૂવાનું સમારકામ કરાયું છે, કે ન તો પાણીની લાઈનનું.
આ દ્રશ્યો છે અમદાવાદના હાથીજણ રિંગરોડ સર્કલનાં...અહીં સર્કલ તો છે, પણ ત્યાં મોટો ભૂવો છે, જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. એ પણ આજકાલથી નહીં, પણ પાંચ મહિનાથી.
હાથીજણ રિંગ રોડ સર્કલ પર પાંચેક મહિના પહેલા AMCની મુખ્ય ડ્રેનેજ લાઈન પર મોટો ભૂવો પડ્યો હતો. કોર્પોરેશને તૂટેલી પાઈપલાઈનનું સમારકામ પણ શરૂ કર્યું, જો કે આ કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. કોર્પોરેશનને આ ભૂવો પૂરીને તના પર રસ્તાો બનાવવામાં જાણે રસ જ નથી. આખું સર્કલ માટીની ટેકરીઓથી ઢંકાઈ ગયું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ 31થી 40 વર્ષની ઉંમરના પુરૂષો યુવતીઓની પહેલી પસંદ, પરિણીત મહિલાઓના પણ લફરાં વધ્યા
આ અંગે અમે AMCની વૉટર સપ્લાય કમિટિના ચેરમેનને સવાલ કર્યો, તો તેમણે ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. સાથે જ કામગીરીમાં વિલંબનું કારણ પણ આગળ ધર્યું.
અહીં સવાલ એ છે કે રસ્તા પરના ખાડાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં કેમ નથી આવતી. શા માટે કામ ધીમુ ચાલી રહ્યું છે. લોકોની હાલાકી અને સલામતી અંગે કેમ શાસકો વિચારતા નથી. આ ભૂવાને કારણે અકસ્માત સર્જાય તો, તેના માટે જવાબદાર કોણ. શાસકોએ આ સવાલોનાં જવાબ આપવા જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube