31થી 40 વર્ષની ઉંમરના પુરૂષો યુવતીઓની પહેલી પસંદ, પરિણીત મહિલાઓના પણ 3 ગણા વધ્યા લફરાં

ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા બેવફાઈનું કારણ એકલતા છે. અંગ્રેજી શબ્દ Boredomનો હિન્દી અર્થ કાઢવામાં આવે તો બોરિયત, નીરસતા, ડિસઇન્ટરેસ્ટ જેવા શબ્દો સામે આવે છે. 

31થી 40 વર્ષની ઉંમરના પુરૂષો યુવતીઓની પહેલી પસંદ, પરિણીત મહિલાઓના પણ 3 ગણા વધ્યા લફરાં

અમદાવાદઃ એક્સ્ટ્રા-મેરિટલ અફેરનું કોઈ એક કારણ નથી, પરંતુ આવા લોકોની વિચારસરણી આજના સમયમાં જીવવાની છે. તેઓ ભવિષ્ય વિશે વિચારતા નથી. તેઓ વિચારે છે કે આજે જે છે તે બધું જ છે. આવા લોકો સ્વકેન્દ્રી હોય છે. આપણા સમાજમાં લગ્નનો આધાર વિશ્વાસ છે. વિશ્વાસના કારણે બે લોકો સંબંધમાં પ્રવેશ કરે છે. જ્યારે બે ભાગીદારોમાંથી કોઈ પણ તે વિશ્વાસ તોડે છે, તેનો અર્થ એ છે કે તે લગ્નના આધારને જ નકારી રહ્યો છે. યુવતીઓ માટે પહેલી પસંદ હાલમાં 31થી 40 વર્ષના પરિણીત પુરૂષો છે. જેઓ એપ પર આ પ્રકારના પુરૂષોની શોધખોળ કરે છે. કારણ કે આ ઉંમર એ પરિપક્વ હોવાની સાથે આ ઉંમરમાં વ્યક્તિ સુખી સંપન્ન અને મેચ્યોર હોય છે. એને સારા નરસાનું સારી રીતે ભાન હોવાની સાથે એનામાં આછકલાપણું નથી હોતું. જેથી મહિલા એની સાથે સુરક્ષા અનુભવે છે. આ ઉપરાંત સારી કમાણી કરતો હોવાની સાથે ઘર અને ગાડી ધરાવતો હોવાની અપેક્ષાએ યુવતીઓ કે મહિલાઓની પસંદ બની રહ્યા છે. કોલેજિયન યુવતીઓ પણ એમનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે સારી રીતે સંબંધ નિભાવે છે. 

ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા બેવફાઈનું કારણ એકલતા છે. અંગ્રેજી શબ્દ Boredomનો હિન્દી અર્થ કાઢવામાં આવે તો બોરિયત, નીરસતા, ડિસઇન્ટરેસ્ટ જેવા શબ્દો સામે આવે છે. ભારતના દરેક શહેરમાંથી યુઝર્સ એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાંથી 66 ટકા યુઝર્સ ટિયર-1 શહેરોના છે જ્યારે 34 ટકા ટાયર 2 અને 3 ટકા નાના શહેરોના છે. એટલે કે આ ડેટિંગ એપની પહોંચ માત્ર મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા જેવા મોટા શહેરોમાં જ નથી, પરંતુ લોકો મેરઠ, ભોપાલ, પટના જેવા શહેરોમાં પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, દિલ્હી, જયપુર, ભોપાલ, ઈન્દોર, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ, ગુરુગ્રામ, અમદાવાદ, ચંદીગઢ, લખનૌ, કોચી, નોઈડા, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, નાગપુર, સુરત અને ભુવનેશ્વરના માત્ર પુરુષોએ જ એપ માટે રજિસ્ટ્રેશન નથી કર્યું પણ 2019થી મહિલાઓએ પણ રજિસ્ટ્રેશન કરાવી રહી છે.

બેંગલુરુ દેશનું બેવફા શહેર
બેંગલુરુમાં લગ્નેત્તર સંબંધો વધુને વધુ સામાન્ય બની રહ્યા છે, જેના કારણે તે દેશની કહેવાતી બેવફાઈની રાજધાની બની ગઈ છે. બેંગલુરુ યુઝર્સ ગ્લીડન પર દરરોજ સરેરાશ દોઢ કલાક સમય ગાળે છે. એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો તેમનો સમય બપોરે 12-3 વાગ્યાનો છે, એટલે કે લંચનો સમય અથવા 10 થી મધ્યરાત્રિ. જ્યારે પુરૂષો 24-30 વર્ષની વયજૂથની મહિલાઓને શોધે છે, ત્યારે મહિલાઓ એપ પર 31-40 વર્ષની ઉંમરના પુરૂષોને શોધે છે. સ્ત્રીઓ વર્ચ્યુઅલ સંબંધોને પ્રાધાન્ય આપવામાં વધુ સાવધ હોય છે. એપ્રિલ 2020માં વેબસાઇટે સમગ્ર ભારતમાં એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં સામેલ પુરુષો અને મહિલાઓને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે તેમના પાર્ટનર સાથે છેતરપિંડી કરે છે?

જેલસી : કેટલાક લોકોને ખુબ જેલેસી થતી હોય છે. જેના કારણે પરણીત વ્યક્તિઓ વચ્ચે ઝઘડા થાય છે. આ પ્રકારના કપલ વિકૃતિ તરફ લઇ જાય છે. આખરે એ લોકો જેલસીના પગલે અન્ય વ્યક્તિ સાથે સંબંધો બનાવી લે છે. આખરે પસ્તાય છે. 

એકલતા  : જો કપલમાંથી એક પણ વ્યક્તિને  એવુ લાગે કે તે સંબંધમાં એકલો છે તો તે પાર્ટનર સાથે વાત નહી કરે અને ઇગો આવશે. બાદમાં તે બહાર બીજે કોઇ બીજી વ્યક્તિ સાથે પોતાની એકલતા દૂર કરશે. 

શું લગ્ન બાદ દરમિયાન ફ્લર્ટ કરવું યોગ્ય છે?
કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડમાં કાર્યસ્થળમાં 'પોઝિટિવલી એક્સપિરિયન્સ્ડ સોશિયલ સેક્સ્યુઅલ બિહેવિયર' પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. આમાં હળવા ફ્લર્ટિંગ અને મિત્રો સાથે મશ્કરી જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંશોધન દાવો કરે છે કે કાર્યસ્થળ પર સહકર્મી સાથે હળવાશથી ફ્લર્ટિંગ હાનિકારક અને ફાયદાકારક હોઈ શકે છે. કેઝ્યુઅલ ફ્લર્ટિંગ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ફ્લર્ટિંગ અને ચીટિંગ વચ્ચે એક સરસ લાઇન છે. જો તમે રિલેશનશિપમાં હોય ત્યારે કોઈની સાથે ફ્લર્ટ કરતા હોવ તો તે લાઇનને સમજવી પડશે. નિષ્ણાતો એમ પણ કહે છે કે જો તમને તમારી મર્યાદા યાદ હોય તો હેલ્ધી ફ્લર્ટિંગ ખોટું નથી. દરેક કપલ માટે સંબંધની સીમા પણ અલગ અલગ હોઈ શકે છે. સંબંધો અને વર્તનમાં કેટલાક એવા સંકેતો છે, જેના કારણે તમે અથવા તમારો પાર્ટનર બેવફાઈ તરફ આગળ વધી રહ્યા છો, આ તે સમય છે જ્યારે સંબંધો રેડ લાઈન તરફ આગળ વધે છે.

બેવફાઈમાં આગળ પણ આ છૂટાછેડાનું કારણ પણ છે
ભારતમાં છૂટાછેડાનો દર વિશ્વમાં સૌથી ઓછો છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં છૂટાછેડાના કેસમાં ઝડપથી વધારો થયો છે. UN વુમનના 'પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડસ વુમન' રિપોર્ટ જણાવે છે કે ભારતમાં છૂટાછેડાનો દર 1.1 ટકા છે. સરેરાશ 100 યુગલોમાંથી 1 યુગલ છૂટાછેડા લે છે. તેમાં પણ મોટા ભાગના લગ્ન વ્યભિચાર અને અસંગતતાના કારણે તૂટી રહ્યા છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર પાછળનું કારણ શું છે?
લગ્ન અથવા સંબંધમાં છેતરપિંડી કરવા માટે લોકો પાસે તેમના પોતાના કારણો હોવા જોઈએ. પરંતુ કેટલાક સર્વે મુજબ ઘરેલુ હિંસા, કોમ્યુનિકેશન ગેપ, ધ્યાનનો અભાવ, એકલતા, બાળકોની જવાબદારી, શારીરિક અસંતોષ, ભાવનાત્મક જોડાણનો અભાવ, નાની ઉંમરે લગ્ન કરી લેવા, ખોટા કારણોસર લગ્ન કરવા, મૂળભૂત મૂલ્યો પર મતભેદ, વિવિધ કારણોને લીધે. જીવનની પ્રાથમિકતાઓ, સામાન્ય રસનો અભાવ, સંબંધોમાં ઉત્તેજનાનો અભાવ, કારકિર્દીની સિદ્ધિ, લોકો લગ્નેત્તર તરફ જાય છે. પરંતુ આ બધામાં સામાન્ય કારણ શારીરિક જરૂરિયાતો પૂરી ન થવાનું છે, લગ્નેતર સંબંધો પણ શરૂ થઈ જાય છે.

ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા બેવફાઈનું કારણ એકલતા છે. અંગ્રેજી શબ્દ Boredomનો હિન્દી અર્થ કાઢવામાં આવે તો બોરિયત, નીરસતા, ડિસઇન્ટરેસ્ટ જેવા શબ્દો સામે આવે છે. ભારતમાં લગ્ન બે કરતા વધુ લોકોના પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. લગ્નજીવનમાં કંટાળો આવવા પાછળનું સૌથી મોટું કારણ વાતચીતનો અભાવ છે. સ્ત્રીઓને ભાવનાત્મક આત્મીયતા જોઈએ છે. જ્યારે, પુરુષોને શારીરિક આત્મીયતા બંનેની જરૂર હોય છે. બંને ન તો પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરે છે કે ન તો પ્રેમ, લાગણી, પ્રશંસા વ્યક્ત કરે છે. ટેક્નોલોજીના આગમનથી, પરસ્પર સંચાર ભલે ઓછો થયો હોય, પરંતુ બાહ્ય સંચાર વધ્યો છે. જેણે અહીં લગ્નના કોન્સેપ્ટ પર રોક લગાવી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news