Gujarat Monsoon 2023: રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાં છે. આજે 26 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 56 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ, વડોદરા, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધબધબાટી યથાવત જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મજબૂત સિસ્ટમ સર્જાઇ, મેઘરાજા ફરી ગુજરાતના આ વિસ્તારોને તરબોળ કરે તેવી ભયાનક આગાહી


આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમેરલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત; મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત


વડોદરા- અંકેલેશ્વર અને નર્મદા જિલ્લામાં વરસાદ
મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જો કે, એક બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સયાજીગંજ, રાવપુરા, ફતેપુર, અલકાપુરીમાં વરસાદ વરસ્યો છે. થોડા દિવસના વિરામ બાદ વરસાદનુ આગમન થયું છે. આ સિવાય ભરૂચના અંકલેશ્વરની વાત કરીએ તો ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પ્રતિન, ઉમા ભવન ફાટક પાસે તેમજ ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે. તેવી રીતે નર્મદા જિલ્લામાં બે દિવસના વિરામબાદ ફરી વરસાદ વરસ્યો છે. રાજપીપળા સહિત સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજપીપળા શહેરના સ્ટેશનરોડ, કાછીયાવાડ અને દરબાર રોડ પર પાણી ભરાયા છે. 


રોવડાવી દેતી કહાણી! એક સલામ આ અમદાવાદીને! મરતા-મરતા પણ 4 લોકોને નવજીવન આપી ગયા


માણાવદર, ખાંભા, ગીર અને રાજુલા પંથકમાં વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સવાર બાદ વરસાદી માહોલ જામ્યો છે. માણાવદરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ચોમાસું પાકને પાછોતરા વરસાદથી ફાયદો થયો છે. અમરેલી જિલ્લાના ખાંભા, ગીર અને રાજુલા પંથકમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ખાંભા, મોટા બારમણ, નાના બારમણ, રાજુલાના ચોત્રા, મીઠાપુર, સહિતના ગામડામાં વરસાદ વરસ્યો છે.


10 લાખથી 50 લાખનો પગાર, જાણો કેનેડામાં ગુજરાતીઓ શું કામ કરે છે? કેવી રીતે મળે નોકરી


આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ,  તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


રેડમીએ લોન્ચ કરી Redmi Note 13 સિરીઝ, 20 હજારથી ઓછામાં મળશે 200MP નો કેમેરો


એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, 29 સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. 


સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં આ 4 રાશિઓને થશે ફાયદો, જાણો તમારી રાશિઓની સ્થિતિ


તો દરિયા કિનારા ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 25 સપ્ટેમ્બરે સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાત રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.