ગૌરવ પટેલ/અમદાવાદ :આજથી દેશભરમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કેટલીક દુકાનો ખોલવાના સૂચનો આપવામાં આવ્યા છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે પણ દુકાનો ખોલવા બાબતે છૂટછાટ આપી છે. પરંતુ તમામ દુકાનો ખોલવાના આદેશ થયા નથી. સરકારે કેટલાક પ્રકારની દુકાનોને જ ખોલવાના આદેશ આપ્યા છે. આ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટતા પણ કરી છે કે, કયા પ્રકારની દુકાનો ખૂલશે અને કયા પ્રકારની નહિ. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ત્યારે આ માટે તમારે માહિતી મેળવી લેવી જરૂરી છે. 


ગુજરાતના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ખુલ્લુ રાખી શકાશે.... 


  • જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવી જોઇશે. 

  • દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. 

  • જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. 

  • દુકાનદારોએ કોઇ પાસની જરૂર નથી. માત્ર ગુમાસ્તા ધારાનું લાઈસન્સ અને ઓળખના પુરાવા જરૂરી રહેશે

  • આઇટી અને આઇટી સેક્ટર સાથે જોડાયલી ઇન્ડસ્ટ્રીને કન્ટેઇનમેન્ટ એરીયાની બહાર 50 ટકા સ્ટાફ સાથે ચાલુ કરવાનો નિર્ણય કરાયો

  • સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીની મુદત ત્રણ માસ માટે લંબાવાઇ

  • સસ્તા અનાજની દુકાનનો સમય સવારના 8 થી સાંજ સુધી કરવામાં આવ્યો

  • શોપ એન્ડ એસ્ટાબ્લીસ મેન્ટ એક્ટ હેઠળ આવતી દુકાનો શરૂ કરવામાં આવશે

  • સ્ટેશનરી દુકાનો, કારીયાણા, મોબાઈલ રિચાર્જની દુકાનો, પંચરની દુકાનો, ઇલેક્ટ્રીકની દુકાનોને છૂટ અપાશે. 

  • એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે.


ભીષ્મ પિતામહની પાછળ દેખાયેલ Coolerની હકીકત પરથી ઉંચકાયું રહસ્ય 


શુ નહિ ખોલી શકાય...


  • મોલ અને માર્કેટીંગ કોમ્પલેક્ષને હજુ શરૂ કરવામાં આવશે નહિ

  • પાન મસાલાની દુકાનો શરુ કરવાની નથી

  • આઈસ્ક્રીમની દુકાનો અને હોટેલો વિશે નિર્ણય હજુ થયો નથી. ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે 

  • પબ્લિક ટ્રાન્સપોર્ટને હજુ મંજુરી અપાઇ નથી

  • રીક્ષાને પણ મંજુરી નથી

  • પગરખા દુકાનો નહીં ખુલે

  • પાનના ગલ્લાનો નિર્ણય હજી કરાયો નથી. સલૂન પણ નહિ ખોલી શકાય. .

  • નાસ્તા-ફરસાણની દુકાનો પણ નહિ ખૂલે. ઠંડા પીણાંની દુકાનો નહીં ખોલી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર