રાજકોટ : શહેરમાં બે દિવસ પહેલા એક સગીરાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મુદ્દે સગીરાને ગંભર અસર થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. સગીરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડ્રગ પેડલરના કારણે આત્મહત્યા કરી હોવાનું છોડ્યું હતું. આ સાતે જ પોતાને છેલ્લા અનેક મહિનાથી ડ્રગ્સના કાળા કારોબારમાં ફસાવવામાં આવી હોવાનો આક્ષેપ સગીરા અને તેના પિતા દ્વારા કરાયો હતો. જો કે પોલીસ તપાસમાં સગીરાના આક્ષેપો લગભગ ખોટા હોવાનું સામે આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર હવે બોગસ ભરતીઓનું એ.પી સેન્ટર બન્યું, જામનગરમાં ફરી ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન


આ અંગે પોલીસના અનુસાર સગીરાના દાવાઓ જેવા કોઇ પુરાવા મળ્યાં નથી. જો કે સગીરાનો એક મિત્ર છે અને તે અવાર નવાર તેને મળવા માટે તેના ઘરે આવતો રહે છે. જો કે રાત્રીના સમયે સગીરાનો તેને મળવા માટે આવ્યો ત્યારે દાદી અને સગીરા એકલા જ હતા. સગીરા પોતાના પ્રેમી સાથે પ્રણયક્રિડા માંણી રહી હતી ત્યારે અચાનક જ દાદી જોઇ જતા યુવતી ગભરાઇ હતી. તેણે આ સમગ્ર કાંડને ઢાંકવા માટે ફિનાઇલ પીધાનું તરકટ રચી લીધું હોવાનું સામે આવ્યું હતું. 


તારી બહેન તો આવી ત્યારથી માંદીને માંદી છે તો તારી ફરજ છે મને સંસારનું સુખ આપ અને સાળીએ કહ્યું આવો તમારા માટે ક્યાં ના છે...


યુવતીનો આરોપ હતો કે, તેને એક ડ્રગ પેડલરે ફસાવી છે જેનાથી કંટાળી તેણે ફિનાઇલ પીધું હતું. તે બ્યુટી પાર્લર ચલાવતી હતી. ત્યારે એક મહિલા ત્યાં કેટલીક ટ્રીટમેન્ટ કરાવવા આવી હતી. અચાનક તેણે એક પડીકું કાઢીને તે યુવતીને આપ્યું હતું. તે પડીકા સાથે ફોટા પાડી લીધી હતા. ત્યાર બાદ તેણે કહ્યું કે, હું જેટલા પણ પડીકા આપું તે તારે આવનારા વ્યક્તિઓને આપી દેવાનાં જો આ પડીકા નહી આપે તો હું તારા ફોટા બહાર પાડીને જાહેરમાં બદનામ કરી દઇશ. જેથી યુવતી આ વ્યવસાયમાં ફસાઇ ગઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube