તારી બહેન તો આવી ત્યારથી માંદીને માંદી છે તો તારી ફરજ છે મને સંસારનું સુખ આપ અને સાળીએ કહ્યું આવો તમારા માટે ક્યાં ના છે...

શહેરમાં વિધુર બનેવીએ સાળી સાથે લગ્ન કરવાના ઇરાદે ઠંડા પીણામાં ઘેનની ગોળીઓ ભેળવીને બેભાન કરીને અપહરણ કર્યુંહ તું. ત્યાર બાદ સાળીને નવ દિવસ સુધી અલગ અલગ સ્થળે ફેરવી હતી. જો મારી સાથે લગ્ન નહી કરે તો હું તારા પ્રેમમાં પાગલ થઇને મરી જઇશ અને સાથે સાથે તારા ભાઇ અને માતાને પણ લેતો જઇશ તેવી ધમકીઓ આપી હતી. સાળી ત્રણ વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. હાલ તો સાળીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

Updated By: Oct 27, 2021, 04:00 PM IST
તારી બહેન તો આવી ત્યારથી માંદીને માંદી છે તો તારી ફરજ છે મને સંસારનું સુખ આપ અને સાળીએ કહ્યું આવો તમારા માટે ક્યાં ના છે...
પ્રતિકાત્મક તસવીર

ભુજ : શહેરમાં વિધુર બનેવીએ સાળી સાથે લગ્ન કરવાના ઇરાદે ઠંડા પીણામાં ઘેનની ગોળીઓ ભેળવીને બેભાન કરીને અપહરણ કર્યુંહ તું. ત્યાર બાદ સાળીને નવ દિવસ સુધી અલગ અલગ સ્થળે ફેરવી હતી. જો મારી સાથે લગ્ન નહી કરે તો હું તારા પ્રેમમાં પાગલ થઇને મરી જઇશ અને સાથે સાથે તારા ભાઇ અને માતાને પણ લેતો જઇશ તેવી ધમકીઓ આપી હતી. સાળી ત્રણ વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. હાલ તો સાળીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

અરેરાટીભર્યો અકસ્માત : વડોદરામાં પિતાપુત્રએ ટ્રેન નીચે આપઘાત કર્યો, બંનેના માથા કપાયેલા મળ્યાં

ભોગબનનાર પરિણીતાએ એ ડિવિઝન પોલીસમાં બનેવી કિશોર મોહનગર ગોસ્વામી (રહે. હાઉસીંગ બોર્ડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર પરિણીતા દોઢ વર્ષથી પોતાના પતિથી અલગ થઇ ચુકી છે. જેનો ફાયદો ઉઠાવીને પીડિતાના બનેવી સાળીને પોતા સાથે લગ્ન કરવા દબાણ કરતો રહેતો હતો. બનેવીને ત્રણ સંતાનો છે. આ દરમિયાન ગત્ત 15 ઓક્ટોબરના રોજ વાત કરવાના બહાને બનેવી સાળીને ખેંગાર પાર્ક લઇ ગયા હતા. જ્યાં તેના મિત્ર રમેશ જોગી મારફતે ઠંડા પીણાની બોટલ મંગાવી વાતચીત દરમિયાન ઠંડુ પાણી પીધુ અને તે બેભાઇ થઇ ગઇ હતી. સાળીને બે દિવસ બાદ જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ આબુની એક હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું. 

રાજકોટમાં પોલીસનો ડર નથી રહ્યો, ચાલુ કારમાંથી ફટાકડા ફોડીને બહાર ફેંક્યા, Video

બનેવીએ અલગ અલગ નવ જગ્યાએ ફેરવીને લગ્ન કરવા દબાણ કર્યું હતું. બનેવી લગ્નના દબાણ સાથે ધમકી આપતો હતો કે, તુ લગ્ન નહી કરે તો હું દવા પીને મરી જઇશ અને તારા ભાઇ તથા માતાને પણ મારી નાખીશ તેવી ધમકી ઉચ્ચારી હતી. હાલ તો પોલીસે કિશોર મોહનગર ગુસાઇ અને રમેશ જોગી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

દેશમાં આ વખતે ઉજવાશે કામધેનુ દીપાવલી, ગાયના છાણમાંથી બનેલા 101 કરોડ દીવડા ઝગમઝાટ કરશે

હાલમાં જ આવો જામનગરમાં પણ આવા કિસ્સાએ ચકચાર મચાવી છે. જેના અનુસાર મોટી બહેન બિમાર હોવાથી નાની બહેન ઘરકામમાં મદદ કરવા માટે આવી હતી. પોતાના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડીને સાળીને ધાક-ધમકી આપીને બે વાર તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે આ પછી યુવતી માતા-પિતાના ઘરે ચાલી હતી. દરમિયાન યુવતીને પેટમાં દુખતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ. અહીં હાજર તબીબોએ યુવતીને આઠ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube