આધેડ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા હતા, પરિવાર પહોંચ્યો અને જાહેર રોડ પર નગ્ન પરેડ કાઢી પછી...
![આધેડ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા હતા, પરિવાર પહોંચ્યો અને જાહેર રોડ પર નગ્ન પરેડ કાઢી પછી... આધેડ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા હતા, પરિવાર પહોંચ્યો અને જાહેર રોડ પર નગ્ન પરેડ કાઢી પછી...](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/09/07/347555-bluer.jpg?itok=yEHxI-Je)
શહેરમાં વધારે એક પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. જો કે બંન્ને રંગે હાથ ઝડપાતા બંન્નેની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. એક પુરૂષ અન્ય સ્ત્રી સાથે હોટલમાં ગયો હોવાની જાણ પુરૂષની પત્નીને થતા પોતાના અન્ય પરિવારજનો સાથે હોટલ પર પહોંચી હતી. જ્યાં પુરૂષ અને પરસ્ત્રી બંન્ને રંગરેલિયા મનાવતા ઝડપાઇ ગયા હતા. જેના પગલે રણચંડી બનેલી પત્નીએ મહિલાને ન માત્ર માર માર્યો હતો પરંતુ નગ્ન પરેડ પણ કરાવી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વલસાડ : શહેરમાં વધારે એક પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. જો કે બંન્ને રંગે હાથ ઝડપાતા બંન્નેની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. એક પુરૂષ અન્ય સ્ત્રી સાથે હોટલમાં ગયો હોવાની જાણ પુરૂષની પત્નીને થતા પોતાના અન્ય પરિવારજનો સાથે હોટલ પર પહોંચી હતી. જ્યાં પુરૂષ અને પરસ્ત્રી બંન્ને રંગરેલિયા મનાવતા ઝડપાઇ ગયા હતા. જેના પગલે રણચંડી બનેલી પત્નીએ મહિલાને ન માત્ર માર માર્યો હતો પરંતુ નગ્ન પરેડ પણ કરાવી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ડીઝલના અસહ્ય ભાવ વધારાને કારણે હવે માછીમારો પણ બેહાલ, હોડીઓ લાંગરેલી જ રાખવી પડશે
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે વલસાડ-ધરમપુર રોડ પર વાંકલની એક હોટલનો હોવાનું સામે આવ્યું છે. અહીં બંન્ને રંગરેલિયા મનાવી રહ્યા હતા ત્યારે પુરૂષની પત્ની સહિતના પરિવારજનો પહોંચી ગયા હતા. પરિવારે કઢંગી હાલતમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાના પતિ અને પ્રેમિકાને હોટલના રૂમમાં જ મેથીપાક ચખાડ્યો હતો. પત્નીની સાથે આવેલા અન્ય પરિવારજનોએ પણ બંન્નેને માર માર્યો હતો.
ગુજરાતનું સૌથી મોટુ શહેર CORONA બાદ હવે રોગચાળાનું હોટસ્પોટ બન્યુ, ઓગસ્ટમાં 6212 કેસ
વાંકલની હોટલમાં પતિ અને તેની પ્રેમિકાને મેથીપાક ચખાડ્યા બાદ પુરૂષના પરિવારજનો મહિલાને અર્ધનગ્ન હાલતમાં હોટલની બહાર ઢસડીને લાવ્યા હતા. જેના પગલે હોટલ દ્વારા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમ મહિલાની મદદે પહોંચી હતી. પ્રેમી-પ્રેમિકાને પોલીસ મથકે લવાઇ હતી. જો કે બંન્ને પરિવારો વચ્ચે સમાધાન થતા પોલીસ ચોપડે કોઇ નોંધ થઇ નહોતી. જો કે હોટલમાં થયેલી મારામારીનો વીડિયો હવે 10 દિવસથી પણ વધારેના સમય બાદ વાયરલ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube