મોરબી : શહેરમાં કોરોનાની મહામારીમાં લોકો એક બાજીની સેવા કરી એક બીજાની મદદ કરી રહ્યા છે. જેમાં પોતાની યથાશક્તિ મુજબ લોકો દાન અને સેવા કરી રહ્યા છે. આ અંતર્ગત મોરબીનાં ટંકારા તાલુકાનાં હડમતીયા ગામનાં ખેડૂતે પોતાની રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓની અનોખી સેવા કરી રહ્યા છે. હડમતીયા ખેડૂત વિજયભાઇ સીતાપરા દ્વારા લીંબુના 40 છોડ વાવવામાં આવ્યા છે. રોજનાં 8થી 10 કિલો લંબી ઉતરે છે જે તમામ તે કોરોનાગ્રસ્ત દર્દીઓને મફતમાં વહેંચી દે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના કાળમાં લીંબુ, મોસંબી અને નારીયેળ પાણીનાં ભાવઆસમાનને આંબી રહ્યા છે. વેપારીઓ શક્ય તેટલો વધારે નફો રળી રહ્યા છે. તેવામાં આ ખેડૂત દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે. હાલમાં મોરબીમાં લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો છે. ભાવથી નાના માણસો કે સામાન્ય પરિવારનાં લોકો ખરીદી ન શકે તેટલી કિંમત છે. ખેડૂત વિજયભાઇને અનોખી સેવાનો વિચાર આવ્યો છે. તેવા સમયે બગીચાના લીંબુ મફતમાં વિતરણ કરવાનું વિચાર્યું છે. હાલ રોજનાં 25થી 30 પરિવારના લોકો આ લીંબુ લઇ રહ્યા છે. 


લાભાર્થી સુનિલભાઇએ જણાવ્યું કે, તેઓ ખેડૂત વિજયભાઇ પાસેથી મફતમાં લઇ જાય છે અને તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને વહેંચે છે. હાલ મોરબી લીંબુ ભાવ આસમાને છે ત્યારે અહીંયાથી ફ્રીમાં લીંબુ વિતરણ કરવામાં આવતા લોકો તેમને ખુબ જ આશિર્વાદ આપી રહ્યા છે. હાલમાં જે પ્રકારે વેપારીઓ લૂંટ કરી રહ્યા છે તેમના માટે પણ આ ઉદહરણીય કિસ્સો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube