Gujarat Weather Forecase : ભારતમાં ચોમાસું બેસવાને હજુ બે મહિનાની વાર છે, હવામાન વિભાગે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી પણ  કરી છે, તેમ છતા ચોમાસા પર અનિશ્વિતતાના વાદળો ઘેરાય છે. તેનું કારણ છે, અલ નીનોનું ફેક્ટર. કેવી રીતે ચોમાસાને અસર થઈ શકે છે. દેશના મોટાભાગના વિસ્તારો અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. હીટવેવને કારણે લોકો એપ્રિલમાં જ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, હજુ તો મે અને જૂનની ગરમી સહન કરવાની બાકી છે. જો કે વચ્ચે વચ્ચે થઈ રહેલું માવઠું લોકોને ગરમીથી થોડી રાહત જરૂર આપી રહ્યું છે, પણ માવઠાથી ખેતીને નુકસાનનું જોખમ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે આ વખતે દેશમાં સામાન્ય વરસાદ થશે. અલ-નીનોની અસર ચોમાસાના બીજા ભાગમાં જોવા મળી શકે છે. તે પહેલા તો ભારતીયો કાળઝાળ ગરમીની સાથે હીટવેવનો સામનો કરવો જ પડશે. જેના કારણે લોકોના આરોગ્ય અને ખેતીને વિપરીત અસર થશે. 

હવામાન વિભાગની આગાહી એક રીતે સામાન્ય છે, પણ વર્લ્ડ મીટીરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશનનની આગાહી ચિંતા વધારનારી છે. WMO નું માનીએ તો આ વખતે ભારત સહિત એશિયાના ઘણા દેશોમાં દુષ્કાળ પડી શકે છે. તેનું કારણ અલ-નીનોને કારણે પડનારી વધુ ગરમી છે. ગરમીને કારણે વરસાદની પેટર્ન પણ ડિસ્ટર્બ થઈ શકે છે. ખાસ તો ચોમાસાનો બીજો ભાગ વધુ પ્રભાવિત થઈ શકે છે. WMO નો દાવો છે કે મે 2023માં અલ-નીનો તેની અસર દેખાડવાનું શરૂ કરશે. જેના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ભારે અસર પડશે. વર્લ્ડ મીટિરિયોલોજીકલ ઓર્ગોનાઈઝેશનનું માનીએ તો 2022નુ વર્ષ અત્યાર સુધીનું પાંચમુ કે છઠ્યું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. એક રીતે છેલ્લા આઠ વર્ષ દુનિયામાં સૌથી ગરમ વર્ષ રહ્યા છે. ભારત માટે આ રિપોર્ટ ચિંતાજનક એટલા માટે છે કેમ કે દેશની કૃષિનો આધાર જ ચોમાસા પર છે. જો કે આ પેટર્નમાં ફેરફારની પણ શક્યતા છે. 

નાપાસ થતા વિદ્યાર્થીઓના એડમિશન માટે મોટો નિર્ણય લેવાયો

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના એક અભ્યાસ અનુસાર આ વર્ષે ભારતમાં 90 ટકા લોકોએ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. જેમાં સમગ્ર દિલ્હી-એનસીઆરનો પણ સમાવેશ થાય છે. હીટવેવના કારણે આ સમગ્ર વિસ્તાર ડેન્જર ઝોનમાં છે. રિપોર્ટ અનુસાર, ભારત અને દુનિયાએ સાથે મળીને તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. નીતિઓ બનાવવી જોઈએ. તેમનો અમલ થવો જોઈએ. જો ક્લાઈમેટ ચેન્જ અને હીટવેવને લઈને તાત્કાલિક નીતિઓ બનાવવામાં નહીં આવે તો દિલ્હી જેવા શહેરોમાં હીટવેવને કારણે લોકોની હાલત વધુ ખરાબ થશે.

દેશની 80 ટકા વસ્તી સતત હીટવેવના ભયથી ઝઝૂમી રહી છે. પરંતુ ઘણા લોકો તેને ક્લાઈમેટ ચેન્જની અસર નથી માનતા. આ કારણોસર, તેના પર ધ્યાન આપશો નહીં. આ નુકસાનનું કારણ છે. 

છેલ્લા બે વર્ષમાં દેશમાં વરસાદની પેટર્ન પર નજર કરીએ તો, 2022માં 1874 વખત 'ભારે વરસાદ' થયો હતો, જ્યારે 'અતિ ભારે વરસાદ' 296 વખત થયો હતો. તે જ સમયે, 2021 માં 1636 વખત 'ભારે વરસાદ' અને 273 વખત 'અતિ ભારે વરસાદ' થયો હતો. જ્યારે 115.6 મીમી થી 204.6 મીમી સુધી વરસાદ પડે ત્યારે ભારે વરસાદ ગણવામાં આવે છે. અને જ્યારે 204.5 મીમીથી વધુ વરસાદ પડે છે, ત્યારે તે ખૂબ જ ભારે વરસાદ માનવામાં આવે છે. 

પાટીદાર યુવકોના મનની પીડા : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ ગાડી હૈ.. પર બીવી નહિ

પૂર, દુકાળ અને હીટવેવેન કારણએ દુનિયાભરમાં અબજો ડોલરનું નુકસાન થાય છે. અનાજની અછત સર્જાય છે. પાકિસ્તાન અત્યારે આ જ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ચીને પણ હીટ વેવને કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. હવામાનમાં પરિવર્તનને રોકવું સંપૂર્ણપણે માણસના હાથમાં નથી, પણ યોગ્ય આયોજનથી હવામાનનો માર ઓછો જરૂર કરી શકાય છે.

હવામાન વિભાગની આગાહી એક રીતે સામાન્ય છે, પણ વર્લ્ડ મીટીરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશનનની આગાહી ચિંતા વધારનારી છે. WMO નું માનીએ તો આ વખતે ભારત સહિત એશિયાના ઘણા દેશોમાં દુષ્કાળ પડી શકે છે. તેનું કારણ અલ-નીનોને કારણે પડનારી વધુ ગરમી છે. ગરમીને કારણે વરસાદની પેટર્ન પણ ડિસ્ટર્બ થઈ શકે છે. ખાસ તો ચોમાસાનો બીજો ભાગ વધુ પ્રભાવિત થઈ શકે છે. WMO નો દાવો છે કે મે 2023માં અલ-નીનો તેની અસર દેખાડવાનું શરૂ કરશે. જેના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ભારે અસર પડશે. વર્લ્ડ મીટિરિયોલોજીકલ ઓર્ગોનાઈઝેશનનું માનીએ તો  વર્ષ રહ્યું છે. એક રીતે છેલ્લા આઠ વર્ષ દુનિયામાં સૌથી ગરમ વર્ષ રહ્યા છે. ભારત માટે આ રિપોર્ટ ચિંતાજનક એટલા માટે છે કેમ કે દેશની કૃષિનો આધાર જ ચોમાસા પર છે. જો કે આ પેટર્નમાં ફેરફારની પણ શક્યતા છે. 

સુરતીઓએ દુનિયાને હીરાજડિત ચોકઠાનું ઘેલુ લગાડ્યું, બની રહ્યાં છે લાખોની કિંમતના ચોકઠા

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના એક અભ્યાસ અનુસાર આ વર્ષે ભારતમાં 90 ટકા લોકોએ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. જેમાં સમગ્ર દિલ્હી-એનસીઆરનો પણ સમાવેશ થાય છે. હીટવેવના કારણે આ સમગ્ર વિસ્તાર ડેન્જર ઝોનમાં છે. રિપોર્ટ અનુસાર, ભારત અને દુનિયાએ સાથે મળીને તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. નીતિઓ બનાવવી જોઈએ. તેમનો અમલ થવો જોઈએ. જો ક્લાઈમેટ ચેન્જ અને હીટવેવને લઈને તાત્કાલિક નીતિઓ બનાવવામાં નહીં આવે તો દિલ્હી જેવા શહેરોમાં હીટવેવને કારણે લોકોની હાલત વધુ ખરાબ થશે.

દેશની 80 ટકા વસ્તી સતત હીટવેવના ભયથી ઝઝૂમી રહી છે. પરંતુ ઘણા લોકો તેને ક્લાઈમેટ ચેન્જની અસર નથી માનતા. આ કારણોસર, તેના પર ધ્યાન આપશો નહીં. આ નુકસાનનું કારણ છે. 

એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, 3 દિવસ આ શહેરોમાં પડશે વરસાદ

છેલ્લા બે વર્ષમાં દેશમાં વરસાદની પેટર્ન પર નજર કરીએ તો, 2022માં 1874 વખત 'ભારે વરસાદ' થયો હતો, જ્યારે 'અતિ ભારે વરસાદ' 296 વખત થયો હતો. તે જ સમયે, 2021 માં 1636 વખત 'ભારે વરસાદ' અને 273 વખત 'અતિ ભારે વરસાદ' થયો હતો. જ્યારે 115.6 મીમી થી 204.6 મીમી સુધી વરસાદ પડે ત્યારે ભારે વરસાદ ગણવામાં આવે છે. અને જ્યારે 204.5 મીમીથી વધુ વરસાદ પડે છે, ત્યારે તે ખૂબ જ ભારે વરસાદ માનવામાં આવે છે. 

પૂર, દુકાળ અને હીટવેવેન કારણએ દુનિયાભરમાં અબજો ડોલરનું નુકસાન થાય છે. અનાજની અછત સર્જાય છે. પાકિસ્તાન અત્યારે આ જ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ચીને પણ હીટ વેવને કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. હવામાનમાં પરિવર્તનને રોકવું સંપૂર્ણપણે માણસના હાથમાં નથી, પણ યોગ્ય આયોજનથી હવામાનનો માર ઓછો જરૂર કરી શકાય છે.

આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, યુવકને ચાલતા ચાલતા આવ્યુ મોત, જુઓ CCTV