એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, 3 દિવસ આ શહેરોમાં પડશે વરસાદ

Gujarat Weather Today : કાળઝાળ ગરમી વચ્ચે આજથી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી.... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડશે માવઠું... આવતી કાલે અમદાવાદમાં વરસાદની આગાહી,,,
 

એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, 3 દિવસ આ શહેરોમાં પડશે વરસાદ

Gujarat Weather Forecase : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજથી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. આવતી કાલે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે.   

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આવતીકાલ બુધવારથી ત્રણ દિવસ વાતાવરણ પલટાશે. રાજ્યના વિવિધ વિભાગોમાં તોફાની પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારથી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે. તેથી હવે ધ્યાન રાખજો. 

બુધવાર 
દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા, સૌરાષ્ટ્ર-કચ્છ

ગુરુવાર
દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, કચ્છ

શુક્રવાર
પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ

કાળઝાળ ગરમીથી રાહત મળશે
આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હીટવેવની શક્યતા નથી. 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ થશે. દેશભરમાં આકરી ગરમીથી લોકોને રાહત મળશે. ફરી એકવાર કરા અને માવઠાની મોસમ આવી છે. ગરમીનો પારો ડાઉન થશે. તાપમાન ઘટીને 36 થી 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન 15 થી 25 ડિગ્રી જવાનુ અનુમાન છે. 

આજે નવસારી જિલ્લામાં સવારથી જ વાતાવરણ પલટાયું છે. નવસારી જિલ્લામાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવસારીમાં વહેલી સવારથી ઘાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસને કારણે રસ્તા પર વિઝિબીલિટી ઓછી રહેતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનની હેડલાઈટ ચાલુ રાખી લોકો વાહનો ચલાવી રહ્યા છે. ધુમ્મસ સાથે ઝાંકળ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ધુમ્મસે ખેડૂતોની ચિંતા વધારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news