પોળોના જંગલમાં કોણે કર્યું પેરાગ્લાઈડિંગ? ઐતિહાસિક ધરોહરમાં પેરાશુટ ઉડતા દેખાયા
Viral Video : પોળો ફોરેસ્ટમાં પેરાગ્લાઇડર ઉડાડવામા આવતા કૂતુહલ સર્જાયું છે. ખાનગી વ્યક્તિઓ દ્વારા પેરાગ્લાઇડર ઉડાડવાના શરૂ કર્યા હોવાની વાતો વહેતી થઈ
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ઉત્તર ગુજરાતનું પ્રી-વેડિંગ ફોટોશૂટ માટેનુ ફેવરિટ સ્થળ એટલે પોળોનું જંગલ. આ સ્થળ કુદરતના ખજાના જેવુ છે. તેથી અહીંના કુદરતી સૌંદર્યથી લઈને ઐતિહાસિક સ્મારકોની જાળવણી પણ થવી જરૂરી છે. ત્યારે આ ઐતિહાસક ધરોહરમાં પેરાશૂટ ઉડતા દેખાયા હતા. ત્યારે જંગલ ઉપરથી ઉડનારા આ પેરાશૂટ સૌ કોઈ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા, સાથે જ સવાલો પણ ઉઠ્યા છે કે આખરે કોણે આ પેરાશૂટ ઉડાવ્યા.
પોળો ફોરેસ્ટમાં પેરાગ્લાઇડર ઉડાડવામા આવતા કૂતુહલ સર્જાયું છે. ખાનગી વ્યક્તિઓ દ્વારા પેરાગ્લાઇડર ઉડાડવાના શરૂ કર્યા હોવાની વાતો વહેતી થઈ છે. રક્ષિત સ્મારકો અને જંગલ વિસ્તાર પર કોણ પેરાગ્લાઈડિંગ કરી રહ્યું છે. હકીકત તો છે કે, પોળોના જંગલ વન વિભાગની હદમાં આવે છે. ત્યારે શું પેરાશૂટ ઉડાવવા માટે મંજૂરી લેવામાં આવી છે. ચર્ચા છે કે, મંજૂરી વિના જ વિસ્તારમાં પેરાગ્લ્ઈડર ઉડાડવામા આવી રહ્યા છે. ત્યારો પોળો વિસ્તારમાં પેરાગ્લાઈડીંગના વીડિયો વાયરલ થયા છે.
અમદાવાદ માટે સૌથી નજીકનુ હોટ ફેવરિટ ફરવાનુ સ્થળ એટલે પોળોનુ જંગલ. રવિવાર પડ્યે અમદાવાદની અડધી પ્રજા અહી આવી જાય છે. તેમાં પણ ચોમાસામાં પોળાનો જંગલનો નજારો કાશ્મીર જેવો બની જાય છે. ત્યારે મિની કાશ્મીર ગણાતા આ પિકનિક સ્પોટ પર પેરાશૂટ ઉડ્યાના બનાવથી ચર્ચાઓ શરૂ થઈ છે.
વાહનો અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ
વિજયનગરના પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાય ભારે વાહનો અને પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પોળો જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. જાહેરનામાનો કલમ 188 મુજબ ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. તેથી જો પોળોના જંગલમાં જવાનુ પ્લાન કરતા હોય તો ધ્યાન રાખજો કે, પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.