આમ આદમીની પાર્ટીને કોનો ડર? પત્રકારો પાસે પણ આઇકાર્ડ આપ્યા બાદ જ આપે છે પ્રવેશ
ગુજરાતમાં પોતાના મજબુત પડઘમ વગાડી રહેલી આમ આદમી પાર્ટી હાલ ખુબ જ સક્રિય છે. જો કે આમ આદમી પાર્ટી હાલ કાર્યકરો અને જાણીતી હસ્તીઓ જોડાવા લાગતા સક્રિય બની ચુકી છે. 14 જૂને અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ચુકી છે. હાલ આમ આદમી પાર્ટીના રોજબરોજ નેતાઓ પત્રકાર પરિષદ કરીને નવી નવી હસ્તીઓને પક્ષ સાથે જોડી રહ્યા હોવાની જાહેરાત કરે છે.
અમદાવાદ : ગુજરાતમાં પોતાના મજબુત પડઘમ વગાડી રહેલી આમ આદમી પાર્ટી હાલ ખુબ જ સક્રિય છે. જો કે આમ આદમી પાર્ટી હાલ કાર્યકરો અને જાણીતી હસ્તીઓ જોડાવા લાગતા સક્રિય બની ચુકી છે. 14 જૂને અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ચુકી છે. હાલ આમ આદમી પાર્ટીના રોજબરોજ નેતાઓ પત્રકાર પરિષદ કરીને નવી નવી હસ્તીઓને પક્ષ સાથે જોડી રહ્યા હોવાની જાહેરાત કરે છે.
જો કે હવે આમ આદમી પાર્ટીને કોઇનો જર હોય તે પ્રકારે પ્રદેશ કાર્યાલય જતા પહેલા દરેક વ્યક્તિનું ચેકિંગ કેર છે. આ ઉપરાંત તે કોઇ સંસ્થામાંથી હોય તો તેનું આઇકાર્ડ ચેક કરવામાં આવે છે અને ત્યાર બાદ જ પ્રવેશ અપાય છે. તેવામાં મોટો સવાલ છેકે આમ આદમી પાર્ટીને ડર કોનો છે? પોલીસનો ડર છે કે પોતાના જ કાર્યકરોનો ડર છે કે અન્ય પાર્ટીનો ડર છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આમ આદમી પાર્ટીમાં એક પછી એક સેલેબ્રિટી જોડાઇ રહ્યા છે. ત્રણ દિવસ પહેલા લોક ગાયક વિજય સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસોના લવાડાના સરપંચ મહિપતસિંહ ચૌહાણ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત ઇસુદાન ગઢવી સહિત અનેક હસ્તીઓ તબક્કાવાર આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube