ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ સાથે બેઠક કરીને નીકળનાર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના ગણતરીના કલાકોમાં કોરોનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં બધાના જીવ ઉંચાનીચા થઈ ગયા છે. આ સમગ્ર ઘટનામાં એકબીજા પર આંગળી ચીંધાઈ રહી છે. પરંતુ આવામાં વાંક કોનો ગણાય. શું રિપોર્ટનો જવાબ આવ્યા છતા ઈમરાન ખેડાવાલા બહાર નીકળ્યા એમનો કે, પછી ગાંધીનગર (Gujarat) નું આરોગ્ય વિભાગ ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ કાઢ્યો છે તે બાબતે સાવ અજાણ હતું. શું કોઈને ખબર ન હતી કે તેઓનો રિપોર્ટ (corona virus) આવવાનો બાકી છે. તો પછી આ વાતની જાણ કેમ સરકારને મીટિંગ પહેલા કરવામાં આવી ન હતી. જોકે, આ ઘટના બાદ હાલ ગુજરાત ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ ન આવે ત્યાં સુધી લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું, જે ના કરીને તેમણે મોટી ભૂલ કરી છે


મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કરફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા ચાલી હતી. જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ ભાઈ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ભાઈ ખેડાવાલાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને બોલાવ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. આશરે બે દિવસ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા ખેડાવાલાના  સેમ્પલ લેવામાં આવેલા હતા અને તેના રિપોર્ટ આવવાના બાકી હતા. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું. જે ના કરીને તેમણે મોટી ભૂલ કરી છે.  બેઠકમાં ખેડાવાલા મુખ્યમંત્રીથી આશરે 15 થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને નજીકના સંપર્કમાં આવ્યા નથી. આમ છતાં આજે સવારે મેડિકલ તજજ્ઞોની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે. 


અનેક સવાલો ઉભા થયા
દોષનો ટોપલો હાલ એકબીજા પર ઢોળવામાં આવી રહ્યો છે, ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. જ્યા ઈમરાન ખેડાવાલા તરફ આંગળી ચીંધાઈ રહી છે, ત્યાં સવાલ એ પણ છે કે, શું સીએમ અન્ય લોકોની જેમ વીડિયો કોન્ફરન્સથી કોંગ્રેસના ધારાસભ્યો સાથે મીટિંગ કરી શક્તા હતા, તો તેઓને રુબરુ કેમ બોલાવ્યા. સમગ્ર ગુજરાતમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે ત્યારે આ બેઠકમાં ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ માસ્ક પહેર્યું નહોતું. પછી ભલે તેઓએ મીટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું હોય. તો મોટો સવાલ એ પણ છે કે, આરોગ્ય વિભાગમાંથી કોઈએ ગાંધીનગરાં જાણ નહિ કરી હોય કે આ ધારાસભ્યનું સેમ્પલ લેવાયું છે? સતત અપડેટ રાખતુ રાજ્યનું આરોગ્ય વિભાગ કેમ આ માહિતી આપવાનું ચૂકી ગયું.


ગાંધીનગરમાં નર્મદા હોલને સેનેટાઈઝ કરાશે
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1માં જે જગ્યાએ તેઓએ મીડિયાને મળ્યા હતા તે નર્મદા હોલને આવતીકાલે સેનેટર્સ કરવાનો નિર્ણય સરકારે કર્યો.  નર્મદા હોલને સેનેટાઈઝ કરાશે. આ ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાન અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું. ગઈકાલ મોડી રાત્રે ગાંધીનગર ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં જે રસ્તે પસાર થયા હતા તે તમામ જગ્યાઓ સેનેટાઈઝ કરવામાં આવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર