સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર કોણ? જાણો કયા ઉમેદવારો વચ્ચે છે કાંટે કી ટક્કર
નોંધનીય છે કે દાવેદારોમાંથી કુલપતિ તરીકે જે ઉમેદવાર સૌથી શ્રેષ્ઠ અને લાયક હશે તેનું નામ પસંદ કરી સર્ચ કમિટી રાજ્યપાલને મોકલશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ જાહેર કરવામાં આવશે.
ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કોણ બનશે? તેનો નિર્ણય હવે એક મહિના બાદ થવાનો છે ત્યારે આ માટેની સર્ચ કમિટી રચાઈ જતા હવે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા જાહેરાત બહાર પાડી 17 જાન્યુઆરી 2022 સુધીમાં અરજી મંગાવાઈ છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ બનવા માટે જબરદસ્ત હોડ જામી છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવસીટીમાં સિન્ડિકેટ ભલામણકાંડ સહીતને લઇ રિપીટની આશા ઓછી દેખાઈ રહી છે. જ્યારે વાઇસ ચાન્સેલર બનવા પણ અનેક નામો સામે આવ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રીપિટ થિયરી અપનાવી શકે છે. બીજી બાજુ કુલપતિ બનાવા માટે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના માધ્યમથી દાવેદાર છે.
ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન: 'ઘરની વાત ઘરમાં રાખજો અને કાળજું સિંહનું રાખો'
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ બનવા માટે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી વિજયભાઈ રૂપાણીના જૂથ તરફથી રેસમાં છે, તો સંઘમાંથી ડૉ. કમલ ડોડિયા અને સંજીવ ઓઝાના નામ મોખરે છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાઈ ગિરીશ વાઘાણી પણ આ રેસમાં છે. યુનિવર્સિટીના નવા કુલપતિ બનવાની જાહેરાતમાં ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ અથવા 10 વર્ષનો એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઈઝેશનનો અનુભવ મગાયો છે.
નોંધનીય છે કે દાવેદારોમાંથી કુલપતિ તરીકે જે ઉમેદવાર સૌથી શ્રેષ્ઠ અને લાયક હશે તેનું નામ પસંદ કરી સર્ચ કમિટી રાજ્યપાલને મોકલશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ જાહેર કરવામાં આવશે.
LRD ભરતીની તૈયારી કરતા ઉમેદવારો ખાસ વાંચે, બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી
ઉલ્લેખનીય છે કે, વર્તમાન કુલપતિ ડૉ. નીતિન પેથાણીનો કાર્યકાળ આગામી 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube