હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના મુખ્ય સચિવ (Gujarat chief secretary) કોણ હશે તેના રહસ્ય પરથી આવતીકાલે દિલ્હી (Delhi) હાઈકમાનમાંથી પડદો ઉઠશે. આવતીકાલે સીએમઓના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન દિલ્હી જશે. તેઓ પીએમઓ સાથે મુખ્ય સચિવની નામની ચર્ચા કરવા માટે દિલ્હી જતા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે આવતીકાલે ગુજરાતના મુખ્ય સચિવની ગાદી કોણ સંભાળશે તેનું નામ આખરે સામે આવશે. ઉલ્લેખનીય છે કે, કે.કૈલાસનાથન આજે દિલ્હી જવાના હતા, પરંતુ તેમનો આજનો દિલ્હી જવાનો કાર્યક્રમ રદ કરાયો છે, હવે તેઓ આવતીકાલે દિલ્હી જઈને પીએમ મોદીને (Narendra Modi)ને મળશે તેવુ કહેવાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાઈ રહ્યો છે Statue of Unity નો કલર, કરાઈ રહ્યું છે આ ખાસ કામ


જે.એન.સિંઘનું 6 મહિનાનું એક્સેટન્શન પૂરું 
આજે સવારે સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, ગુજરાત રાજ્યને મુખ્ય સચિવ પદે નામની જાહેરાત ૩૦મી તારીખે મોડી સાંજે કરવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ તે પહેલા જ કદાચ નામની જાહેરાત થઈ જાય. ઉલ્લેખનીય છે કે, હાલના ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘને છ મહિનાનું આપેલું એક્સ્ટેન્શન પણ 30 નવેમ્બરના રોજ પૂરુ થઈ રહ્યું છે. 


ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી


મુખ્ય સચિવની રેસમાં કોણ કોણ...


  • મુખ્ય સચિવ બનવામાં અનેક નામ પર વિચારણા ચાલી રહી છે. જેમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલની સિનિયોરિટીની દ્રષ્ટિએ રેસમાં સૌથી આગળ છે. જોકે તેઓ સામે રાજ્ય સરકારે ભૂતકાળમાં તપાસ સોંપી હતી. આ તપાસમાં સરકારે ક્લિનચીટ પણ આપી હતી. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ સિનિયોરિટીને આધારે મુખ્ય સચિવ બને તેની તરફેણમાં છે. ત્યારે વિજય રૂપાણીની મુજબ, અરવિંદ અગ્રવાલ મુખ્ય સચિવ બની શકે છે. 

  • અરવિંદ અગ્રવાલ પછી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ગયેલા અનિલ મુકીમનું નામ પણ બીજા નંબર ચર્ચામાં છે.

  • ગુજરાતી આઈએએસ અધિકારી તરીકે પૂનમચંદ પરમાર કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પદ માટે રેસમાં છે.

  • ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. 


VIDEO: સૈફની દીકરી સારાને થયો કડવો અનુભવ, એકદમ નજીક આવી ગયો એક શખ્સ, અને...


જોકે પસંદગી ગુજરાત માટે કરવાની હોવાથી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી આખરી ગણાશે. રાજ્ય સરકાર દ્વારા પીએમઓ કક્ષાએ મુખ્ય સચિવના નામની ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્ય સચિવ પદે ત્રણ નામોની પેનલ મોકલોમાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube