• જામનગરમાં જૈન સમાજના અને બ્રહ્મ સમાજના મહિલાઓ મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે

  • મેયરના પદની રેસમાં રહેલા મુખ્ય નામોની ચર્ચા કરવામાં આવે તો સૌપ્રથમ જૈન સમાજના નગરસેવિકા બીનાબેન કોઠારીનું આવે છે


મુસ્તાક દલ/જામનગર :જામનગર મહાનગર પાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીએ શાસન મેળવ્યું છે. ત્યારે હવે મહાનગર પાલિકા (Gujarat Municipal Election) ના નવા મહિલા મેયર કોણ બનશે તે મુદ્દે ભારે ચર્ચાઓ જાગી છે. જોકે પ્રથમ અઢી વર્ષ માટે જામનગર મનપા (jamnagar mahanagar palika) માં મહિલા મેયરનું પદ અનામત હોય જેથી જ્ઞાતિ સમીકરણની દ્રષ્ટિએ અને સિનયોરિટી જોતા જૈન સમાજના અને બ્રહ્મ સમાજના મહિલાઓ મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત છઠ્ઠી વખત જામનગર પાલિકામાં ભગવો લહેરાયો 
જામનગર મહાનગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ 50 બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પરંતુ હવે મનપા પર જ્યારે કેસરિયો ફરીથી સતત છઠ્ઠી વખત એટલે કે ડબલ હેટ્રીક બાદ લહેરાયો છે, ત્યારે જામનગર મનપામાં શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરનું પદ કોણ શોભાવશે તે બાબતો પણ ખૂબ મહત્વની બની રહી છે. ખાસ કરીને પ્રથમ અઢી વર્ષ માટે જામનગર મહાનગરપાલિકામાં મેયર પદ (jamnagar mayor) માટે મહિલા અનામત રાખવામાં આવ્યું છે, ત્યારે આ વખતે ચોક્કસ જ્ઞાતિના સમીકરણો તેમજ સિનિયોરીટીને પ્રાધાન્ય આપીને મેયરપદ માટે લાયક મહિલાનું નામ જાહેર કરવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. 


આ પણ વાંચો : મેયરની રેસમાં કોણ આગળ? આ નામો પર ચાલી રહી છે ચર્ચા


મહિલા બનશે મેયર 
જામનગરમાં જ્ઞાતિના ચોક્કસ રાજકારણની વાત કરવામાં આવે તો શહેરમાંથી ભાજપના બે ધારાસભ્ય છે. જેમાં ક્ષત્રિય સમાજના ધારાસભ્ય અને તેમજ પાટીદાર સમાજના ધારાસભ્યોને ગુજરાત સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું છે. જ્યારે આહિર સમાજના મહિલા સંસદ કેન્દ્ર સરકારમાં નેતૃત્વ કરી રહ્યા છે તેવા સમયે ખાસ જામનગર શહેરમાં મેયર માટે જૈન સમાજ અને બ્રહ્મ સમાજ મહિલા વિજેતા નગરસેવિકા ચોક્કસથી મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો : Motera Stadium નું નામ બદલાયું, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 


આ મહિલાઓનું નામ છે ચર્ચામાં 
જામનગરમાં મેયરના પદની રેસમાં રહેલા મુખ્ય નામોની ચર્ચા કરવામાં આવે તો સૌપ્રથમ નામ જૈન સમાજના નગરસેવિકા બીનાબેન કોઠારીનું આવે છે. બીનાબેન કોઠારી વોર્ડ નંબર 5 ના ભાજપના નગરસેવિકા છે અને સતત બીજી વખત ભાજપમાંથી ચૂંટાઈને આ વખતે પણ વિજેતા થયા છે. તેમજ નગરસેવીકાઓમાં સિનિયર પણ માનવામાં આવે છે. જ્યારે જૈન સમાજ બાદ અન્ય જ્ઞાતિની વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજના મહિલા નગરસેવિકાઓને સંભવત પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, જેમાં સતત ત્રીજી વખત ચૂંટાયેલા વોર્ડ નંબર 9 ના બ્રહ્મ સમાજના નગરસેવિકા કુસુમબેન પંડ્યા અને વોર્ડ નંબર 5 માંથી પ્રથમ વખત તેમજ હવે વોર્ડ નંબર 2 માંથી બીજી વખત ચૂંટાઈ આવેલા ડિમ્પલબેન રાવલનું નામ પણ ચર્ચામાંમાં મોખરે જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચો : હવે માનવભક્ષી દીપડાનું લોકેશન જાણી શકશે, ગીરમાં દીપડાને લગાવાયા રેડિયો કોલર


જોકે મનપાના મેયર માટે હાલ બે ત્રણ નામો ચર્ચામાં ચાલી રહી છે. પરંતુ આ ઉપરાંત પણ ઘણી મહિલા સિનિયર નગરસેવિકાઓ છે, જેઓ પણ મેયર પદની આશા રાખીને બેઠા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશા એક પદ્ધતિ રહી છે અને સતત ચર્ચાઓમાં ચાલતા નામ બાદ પણ જ્યારે મહાનગરપાલિકામાં મેયરનું નામ જાહેર કરવા માટેનું મેન્ડેટ આપવામાં આવે છે. ત્યારે કંઈક નવી સરપ્રાઈઝ સામે આવતી હોય છે. એવા સમયે હવે જોવાનું એ રહ્યું કે ખરેખર સિનિયોરીટી અને જ્ઞાતિ આધારિત મેયર નક્કી કરવામાં આવશે કે પછી ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા ફરીથી જામનગરમાં માટે કંઈક નવુ સરપ્રાઈઝ આપવામાં આવશે તે જોવું રહ્યું...???