ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કરતાં તેના ચૂંટણી લડવાના સ્વપ્ન પર બ્રેક લાગી છે. જેને લઇને કાંગ્રેસે નિવેદન આપ્યું કે, યુવાઓનું નેતૃત્વ કરનાર હાર્દિકે ચૂંટણી લડી શકે તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક ચૂંટણી લડશે તો સરકારને મોટો ફટકો પડશે માટે, તે જાણીને ભાજપ ડરી ગયું છે. સંઘર્ષ કરતા યુવાનને લડતા અટકાવવા માટે ભાજપે તમામ પ્રયાસો કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે, પાટીદાર આંદોલનના કારણે ભાજપની જનવિરોધી નીતિનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો. હવે હાર્દિક કોંગ્રેસનો પ્રચાર કરશે. જરૂરી જે કોઈ કાયદાકીય પ્રક્રિયાઓ હશે તેનો સહારો લેવામાં આવશે. હાર્દિકને ચૂંટણી લડવા રોકવા માંગતા હતા તેમાં તેઓ સફળ થયા છે. હાર્દિક હવે આગામી દિવસોમાં પ્રચાર કરશે અને ભાજપની જન વિરોધી નિતિઓને લોકો સમક્ષ લઈ જશે.


જામનગર માટે હવે કોણ
ભાજપ પોતાના મનસૂબામાં જ્યા સીધી રીતે પાર નથી પાડી શક્તી, ત્યાં બીજા વિકલ્પો અપનાવે છે તેવું કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું. જામનગર માટે હવે કોઈ ઉમેદવાર હશે તે વિશે તેમણે કહ્યું કે, સ્થાનિક કક્ષાએ કેટલાક નામ આવ્યા છે. પ્રદેશ કક્ષની કમિટીએ નેશનલ સ્તરે અમે નામ મોકલી આપ્યા છે. ગમે ત્યારે જામનગરના ઉમેદવારની પણ જાહેરાત થશે.