રક્ષિત પંડ્યા/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગરમાં સર્જાયેલી મડાગાંઠ ઉકેલવી હવે ભાજપ માટે ભારે પડી રહી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના વર્તમાન સાંસદ દેવજી ફતેપરા છે. આમ તો ભાજપે અનેક સીટ પરના સાંસદોને રિપીટ કર્યા છે, પણ સુરેન્દ્રનગરમાં ‘નો રિપીટ થિયરી’ લાગુ કરીને દેવજી ફતેપરાની ટિકિટ કાપી છે અને સુરેન્દ્રનગરના જ ડોકટર મહેન્દ્ર મુંજપરાના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વઢવાણ, ધાંગધ્રા, ચોટીલા, લીંબડી, દસાડા, વિરમગામ, અને ધંધુકા વિધાનસભા. આ 7 પૈકી 6 વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો છે, જ્યારે એક માત્ર વઢવાણ બેઠક પર ભાજપનો કબજો છે. સાથે જ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીની સાથે જ આ વિસ્તારમાં ધાંગધ્રા વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી યોજાનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની વાત કરવામાં આવે તો, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપ દ્વારા આ બેઠક પર કબજો કરી કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લેવામાં આવી હતી. ચાલુ સમયે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે જીત હાસિલ કરી હતી. વર્ષ 2009માં કોંગ્રેસના સાંસદ તરીકે સોમા ગાંડાની 4831 મતે જીત થઇ હતી. વર્ષ 2014માં ભાજપ ઉમેદવાર દેવજી ફતેપરાએ કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાને 202907 મતથી હરાવી જીત હાંસિલ કરી હતી.


હાય રે અંધશ્રદ્ધા!!! સત્યતાના પુરાવા માટે શરીરમાં મોટો સોયો ભોંકીને ગોળ ગોળ ફેરવાય છે 


સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળે છે અને આ બેઠક પર કોળી સમાજના મતદારો નિર્ણાયક સાબિત થઇ શકે છે. વર્ષ 2014 લોકસભાની ચુંટણીમાં કુલ ૫૫.૯૫ % મતદાન નોંધાયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરાને 5,29,003 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોમા ગાંડાને 3,26,096 મત મળ્યા હતા. ત્યારે આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ જોતા કોળી સામે કોળીનો જંગ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.


સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો, વર્ષ 1952 થી 1962૨ સુધી આ બેઠક પર કોંગ્રેસનો કબજો જોવા મળતો હતો. જ્યારે 1967માં મેઘરાજે સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટાઈને જીત હાસિલ કરી હતી. વર્ષ 1971માં ફરી એકવાર કોંગ્રેસે આ બેઠક પર કબજો હાસિલ કર્યો હતો. બાદમાં ફરી એક વખત વર્ષ 1989થી 1996 સુધી ભાજપે આ બેઠક પર કબજો જમાવી રાખ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં કોંગ્રેસ, 2004માં ભાજપ, વર્ષ 2009માં કોંગ્રેસ અને 2014માં ભાજપે જીત હાંસિલ કરી હતી.


48 કલાકમાં હીટવેવ માટે તૈયાર રહેજો, ગરમીનો પારો સતત વધી રહ્યો છે 


સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની જનતા વર્તમાન સાંસદ દેવજી ફતેપરાને 10માંથી સરેરાશ 5 માર્ક આપી રહી છે. સુરેન્દ્રનગર લોકસભાના મતદારોનો આક્ષેપ છે કે, તેઓએ 5 વર્ષમાં પોતાના સાંસદ દેવજી ફતેપરાને ક્યારેય જોયા નથી. સુરેન્દ્રનગરની જનતા અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે. જેમાં સૌથી મહત્વનો પ્રશ્ન હોય તો એ આરોગ્ય, શિક્ષણ અને રોજગારનો હોવાનું મતદારો કહી રહ્યા છે. જનતા આવનારા સાંસદ પાસે આરોગ્ય ક્ષેત્રે સારી સુવિધા, શિક્ષણ માટે સારી કોલેજ અને રોજગારી માટે GIDC વિસ્તારને વિકસાવવા માંગ કરી રહી છે. જ્યારે મહિલા મતદારો મોંઘવારી, સુરક્ષા અને સ્વચ્છતાના પ્રશ્નોથી પરેશાન હોવાનું કહી રહી છે. 


બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણીના પરિણામોના સમીકરણને ધ્યાનમાં રાખી આ જ જિલ્લાના ચાલુ ધારાસભ્યને મેદાને ઉતારે તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે ભાજપ પોતાની આ બેઠક જાળવી રાખશે કે પછી કોંગ્રેસ કમળને પંજો મારી ફરી એક વખત પોતાની આ બેઠક પર કબજો બળવાન કરશે.