Gujarat Election Result 2022 live Updates : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામનું પિક્ચર હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. ચારેતરફથી એક જ અપડેટ મળી રહ્યાં છે કે, ભાજપ આવી રહ્યું છે. 150 થી વધુ બેઠકો પર લીડ સાથે ભાજપે રેકોર્ડ તોડ્યો છે. ત્યારે કોંગ્રેસના હાથ કંઈ ન લાગ્યું. તો 2022 માં ત્રીજો મોરચો લઈને એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીની મફતની રેવડીમાં લોકોને રસ ન પડ્યો. જે બતાવે છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ થયો નથી અને સફળ થશે નહિ તે સાબિત થઈ ગયુ છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પરિણામાં ખાતુ ખોલાવ્યુ છે. જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આહિર હેમંતભાઈ હરદાસભાઈએ આપને પહેલી જીત અપાવી છે. સુરતમાં કુમાર કાનાણીની સામે અલ્પેશ કથીરિયાની હાર થઈ છે. ત્યારે સુરતમાં કાકાએ ભત્રીજાને હરાવ્યા છે. તો અન્ય દિગ્ગજોની હારજીત પર એક નજર કરીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોની કોની જીત થઈ 


  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પણ ઘાટલોડિયા બેઠક પરથી 191360 ની લીડ થી અતિ ભવ્ય વિજય 

  • અમદાવાદના દાણીલીમડામાં શૈલેશ પટેલની જીત 

  • રાઘવજી પટેલની જીત

  • મહીસાગરમાં સંતરામપુર 123 વિધાનસભામા ભાજપના ઉમેદવાર કુબેર ડિંડોર ની જીત

  • કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો  26112 ની લીડથી વિજય. અક્ષય પટેલને 83378 મત મળ્યા, કોંગ્રેસના પ્રિતેશ પટેલને 57266 અને આપા પરેશ પટેલને 6475 મત મળ્યા 

  • ડભોઇ બેઠક પર શૈલેષ મહેતા સોટ્ટાની જીત. શૈલેશ મહેતા 20816 મતની લીડથી જીત્યા

  • વાવ બેઠક પર ગેનીબેનની જીત

  • થરાદમાં શંકરસિંહ ચૌધરીની જીત

  • મજુરા બેઠક પર હર્ષ સંઘવીની 1 લાખથી વધુ લીડથી જીત

  • રાજકોટ પશ્વિમ બેઠક પરથી ડૉ.દર્શિતા શાહની જીત. દર્શિતા શાહે 64000ની લીડ સાથે રૂપાણીનો રેકોર્ડ તોડ્યો

  • જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના રીવાબા જાડેજાની જીત

  • નરોડા બેઠક પરથી ભાજપા ડૉ.પાયલ કુકરાણીની જીત

  • લીંબાયત બેઠક પરથી ભાજપના સંગીતા પાટીલની જીત

  • રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ભાનુ બાબરીયાની જીત

  • ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાની જીત

  • ભાવનગર પૂર્વ બેઠક પરથી ભાજપના સેજલ પંડ્યાની જીત

  • કચ્છની ગાંધીધામ બેઠક પર ભાજપના માલતી મહેશ્વરીની જીત

  • ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના કંચનબેન રાદડિયાની જીત

  • જામ જોધપુરથી આપના ઉમેદવાર હેમંત ખાવાની જીત 

  • ગણદેવી વિધાનસભાના ભાજપી ઉમેદવાર અને પૂર્વ મંત્રી નરેશ પટેલ 85567 મતોથી વિજેતા

  • અંકલેશ્વર બેઠક ભાજપના ઉમેદવાર ઈશ્વરસિહનો 40.600 મતે વિજયી

  • જંબુસર બેઠક ભાજપના ઉમેદવાર  ડીકે સ્વામીનું  26000 મતોથી વિજય

  • સયાજીગંજ બેઠક પરથી ભાજપ ઉમેદવાર કેયુર રોકડીયા નો 84000 મતથી વિજય થયો

  • કપડવંજ બીજેપી ની જીત 31,000 હજાર થી વધુ લીડ થી જીત

  • એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ 1 લાખ કરતા વધુ લીડથી જીતી રહ્યા છે

  • અંજાર બેઠક પર ભાજપના ઉમેદવારની જીત  

  • આંકલાવમાં અમિત ચાવડાની જીત

  • કુતિયાણામાં સતત ત્રીજીવાર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત

  • સુરતના વરાછામાં કુમાર કાનાણીની જીત, અલ્પેશ કથીરિયાની હાર

  • જેતપુરમાં જયેશ રાદડિયાની જીત

  • ઝઘડિયામાં ભાજપાના ઉમેદવાર રિતેશ વસવાનો વિજય, 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવા પરાજિત થયા

  • જામનગર ઉત્તરમાં ઉત્તર રીવાબા જાડેજાની જીત

  • બાયડમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો વિજય 

  • દાણીલીમડામાં કોંગ્રેસની જીત 

  • અંજારના ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાની જીત. 37709 મતથી બન્યા વિજેતા. કોંગ્રેસના ઉમેદવારે મેળવ્યા 61367 મત

  • ભાવનગર પૂર્વમાં ભાજપ ઉમેદવાર સેજલબેન પંડ્યા 62800 કરતા વધુ મતથી વિજેતા

  • મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત. કાંતિલાલ અમૃતિયા 62000 કરતાં વધુ મતની લીડ સાથે બન્યા વિજેતા. કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પચેલ છઠ્ઠી વખત ભાજપના ઉમેદવાર કાંતિભાઈ સામે  હાર્યા

  • કચ્છની ભુજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની થઈ જીત. કેશુભાઈ પટેલ 60000થી વધુ મતો સાથે બન્યા વિજેતા

  • બોટાદની ગઢડા વિધાનસભા ભાજપના ઉમેદવાર ૨૬૬૯૪ મતે થયા વિજય 

  • ભુજ ના ભાજપ ઉમેદવાર કેશુભાઈ પટેલ 60 હજાર મતથી જીત્યા

  • વ્યારા 171 બેઠક પર ભાજપ ના ઉમેદવાર ની જીત ...

  • દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા બેઠક પર ભાજપની જીત. દાહોદ બેઠક પર કનૈયા કીશોરીની જીત. ફતેપુરા બેઠક પર રમેશ કટારાની જીત. ઝાલોદ બેઠક પર ભાજપના મહેશભાઈ ભુરીયાની જીત. દેવગઢબારીઆ બેઠક પર બચુભાઈ ખાબડ, ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર અને લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર વિજેતા

  • અરવલ્લી ભિલોડા બેઠક પર પૂર્વ આઇપીએસ પી સી બરંડા ની જીત



કોની કોની હાર થઈ
કુતિયાણા બેઠક પરથી ભાજપના ઢેલીબેન ઓડેદરાની હાર
વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર પાછળ
સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના અમી રાવતની હાર
માંજલપુર બેઠક પર કોંગ્રેસના ડૉ.તશ્વીન સિંહની હાર      
વડોદરાનાં દબંગ કહેવાતાં નેતા મધુ શ્રીવાસ્તવની કારમી હાર 
ધોરાજીથી લલિત વસોયા હાર 
અમરેલીથી પરેશ ધાનાણીની હાર  
દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખની હાર 
ટંકારાથી લલિત કગથરાની હાર     
કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 814 મતથી પાછળવિસાવદર સીટ પરથી પક્ષ પલટું હર્ષદ રિબડિયાની AAP ના ઉમેદવાર સામે હાર
અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની હાર થઈ 
વડગામમાં જિજ્ઞેશ મેવાણીની હાર
ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની હાર
ઇસુદાન ગઢવીનો ખંભાળિયા સીટ પર પરાજય