અતુલ તિવારી/અમદાવાદ: ભારતના અગ્રણી ઉદ્યોગકાર સાયરન મિસ્ત્રીના કાર અકસ્માતમાં થયેલા મૃત્યું બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને કારચાલક સહિત કારમાં બેસેલા તમામ મુસાફરો માટે સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત બન્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણયનું અમલીકરણ કરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સીટ બેલ્ટ તમામ મુસાફરોએ પહેરવો કેમ જરૂરી છે, તે સમજવા ઝી 24 કલાક એ રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રી સાથે ખાસ વાતચીત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપર્ટ અમિત ખત્રીએ જણાવ્યું હતું કે કારમાં તમામ મુસાફરોએ સીટ બેલ્ટ પહેરવો પડશે, એ નિર્ણય આવકારદાયક છે. સીટ બેલ્ટ પહેર્યો હોય અને અકસ્માત થાય તો ઝટકા સાથે આગળની તરફ ટકરાવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. અકસ્માત વખતે આગળની તરફ ઝટકો વાગે એટલે સીટ બેલ્ટ લોક થઈ જતો હોવાને કારણે અકસ્માતના કિસ્સામાં મોટી ઈજાથી બચી શકાશે. સીટ બેલ્ટ સિવાય ગાડીમાં એરબેગ પણ ત્યારે જ ખૂલે છે, જ્યારે સામેના ઓબજેક્ટ સાથે એક નિશ્ચિત ઝડપ સાથે ગાડી ટકરાતી હોય છે. આપણે એરબેગથી એક નિશ્ચિત અંતરે બેસવું પણ જરૂરી છે, સવા ફૂટથી દોઢ ફૂટ અંતરે બેસવું જરૂરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube