ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યસભાની ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો. ભાજપ યેનકેન પ્રકારે પોતાની જીત મેળવવામાં સફળ રહ્યું. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી બન્યા, પરંતુ ભરતસિંહ સોલંકી સૌથી ઓછા 31.8 મત સાથે હાર્યા છે. કહી શકાય કે, ભાજપે તમામ મોરચે યોગ્ય આયોજન કરીને જીત મેળવી છે. તો સાથે જ એવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે કે, બીટીપીએ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓના મનાવવાના લાખ પ્રયાસો છતાં બીટીપી છેલ્લી ઘડી સુધી વોટિંગ કરવા ન આવ્યું. જેનો કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીટીપી કોંગ્રેસને જીતાડી શકે એમ હતું. ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ અને બીટીપીનું સમર્થન તૂટી શકે છે. તો સાથે જ વોટિંગ ન કરીને બીટીપીએ રૂપાણી સરકારને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, જેથી નવા સમીકરણો પણ રચાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપનાં 3 ઉમેદવારોની જીત, કોંગ્રેસનાં એક ઉમેદવારની હાર


રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનથી દૂર રહીને બીટીપીએ કોંગ્રેસને બે મતનું નુકસાન તો કરાવ્યું, સાથે જ એક ઉમેદવારની હાર પણ કરાવી. બીટીપીએ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસી નેતાઓનો જીવ ઉંચો રાખ્યો કે, તેઓ વોટ કરવા આવશે. પરંતુ આખરે વોટ ન કરવાનો નિર્ણય કરીને તો નુકસાની કોંગ્રેસને જ ભોગવવાની થઈ છે. કહેવાય રહ્યું છે કે, વોટિંગ ન કરીને બીટીપીએ કોંગ્રેસ સાથેનું રાજકીય વેર વાળ્યું છે અને ભાજપને સાથ આપ્યો છે. આવામા બીટીપીએ રૂપાણી સરકારને સાથ આપ્યો છે. 


સુશાંતની પ્રેમિકા રિયા ચારેતરફથી ઘેરાઈ, હવે જિયા ખાનની માએ મૂક્યો મોટો આરોપ 


આવામાં હવે આદિવાસી પટ્ટામાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધ છે. ત્યારે હવે આ ગઠબંધન પર ગ્રહણ લાગી શકે છે. તો સાથે જ આ વિસ્તારોમાં રાજકીય મુદ્દાઓ વકરી પણ શકે છે. સૂત્રોનું કહેવુ છે કે, બીટીપીએ વોટિંગ ન કરીને કોંગ્રેસની જૂની ચાલનો બદલો લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચમાં બીટીપી સામે ઉમેદવાર ઉભો કરીને કોંગ્રેસે જે ભૂલ કરી હતી, તેનો બદલો રાજ્યસભાની ચૂંટણીમાં લેવામાં આવ્યો છે. 


વોટ કરવા ન આવેલા છોટુ વસાવાને મળવા કોંગી નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે આ બેઠકમાં છોટુભાઇ વસાવાએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ આદિવાસીએ પર થતા અત્યાચારની વાત કરી હતી. કોગ્રેસ આદિવાસીઓ પર થતા અત્યાચાર મુદ્દે મદદ કરે. આદિવાસીઓ માટે કોંગ્રેસ કાયદો લાવે. જે રાજ્યમાં કોગ્રેસની સરકાર છે ત્યાં કોગ્રેસ માટે કાયદો લાવે તેવી બીટીપીની માંગ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.   


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર