Gold Monetization Scheme ગૌરવ પટેલ/અમદાવાદ : દરેક ભારતીયને સોનું પ્રિય છે. દર મહિને જેમ કરિયાણું ખરીદાય, તેમ ભારતીયોમાં સોનું ખરીદવાનો રિવાજ છે. પરંતું સોનું ખરીદવામાં લોકોને સરકારની સ્કીમ ગમી નથી. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમ નિષ્ફળ રહી છે તેવા આંકડા સામે આવ્યાં છે. સાત વર્ષના અંતે માત્ર 25 ટન સોનું સર્ક્યુલેશનમાં આવ્યું છે. ત્યારે આ યોજના કેમ નિષ્ફળ ગઈ તે એક્સપર્ટસ પાસેથી જ જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ 15 સપ્ટેમ્બર 2015નો દિવસ હતો. જ્યારે કેન્દ્રની મોદી સરકારે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની જાહેરાત કરી. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમનો ઉદ્દેશ્ય દેશવાસીઓના ઘરમાં રહેલા સોનાને સર્ક્યુલેશનમાં લાવવાનો હતો. પરંતુ આજે તે વાતને સાત વર્ષનો સમય પૂરો થઈ ચૂક્યો છે. જોકે દેશવાસીઓને આ યોજના પસંદ ન આવી. પરિણામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ નિષ્ફળ રહી. સાત વર્ષના સમયમાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ અંતર્ગત માત્ર 25 ટન સોનું સર્ક્યુલેશનમાં આવ્યું.
 
આપણા દેશમાં 24000 થી 30000 ટન સોનું છે
આ સ્કીમ કેમ નિષ્ફળ ગઈ તે પહેલા સોનાના કેટલાક આંકડા પર નજર કરીએ. 25 ટન સોનું એટલે માત્ર 0.2 ટકા સોનું. ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમનો ઉદ્દેશ્ય ઘરમાં રહેલા સોનાને સર્ક્યુલેશનમાં લાવવાનો હતો. આ યોજના થકી લાંબા ગાળે સોનાની આયાત ઘટાડવાનો હતો. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં 24000 થી 30000 ટન સોનું છે. દેશમાં દર વર્ષે 700 થી 800 ટન સોનાની આયાત થાય છે. દેશની સોનાની 100 ટકા ખરીદી પૈકી 40 ટકા ખરીદી દક્ષિણ ભારતના લોકો કરે છે. દેશની 2.5 ટકા વસતી ધરાતુ કેરળ 14 ટકા સોનાની ખરીદી કરે છે. દેશની 5 ટકા વસ્તી ધરાવતુ ગુજરાત 7 ટકા સોનાની ખરીદી કરે છે. દેશના લોઅર મિડલ, મિડલ અને અપર મિડલ ક્લાસ પાસે સૌથી વધારે સોનું હોવાનું આંકડો કહે છે. વાર્ષિક 3 લાખ થી 15 લાખ આવક ધરાવતા લોકો 56 ટકા સોનાની ખરીદી કરે છે. 


આ પણ વાંચો : 


બજેટમાં વિભાગને સાચવ્યા કે મંત્રીને? જાણો કયા મંત્રીને કેટલા કરોડ રૂપિયા વાપરવા મળશે


ઓસ્ટ્રેલિયા જઈને ભરાયો ગુજરાતી યુવક, વિદેશ જવાનો મોહ હોય તો આ કિસ્સો જરૂર વાંચી લેવો


કેમ આ સ્કીમ કામ ન કરી ગઈ
દેશના મધ્યમવર્ગ પાસે અંદાજે 18 હજાર ટન સોનું છે. 15 લાખથી વઘારે વાર્ષિક આવત ધરાવતા લોકો પાસે અંદાજે 12000 ટન સોનું છે. જૈ પૈકી 10 ટકા સોનું સર્ક્યુલેશનમાં આવે તો 1000 ટન સોનુ થાય. 1000 ટન સોનાની વર્તમાન બજાર કિંમત 5.5 લાખ કરોડ થાય, જો તે બેંન્કીગ વ્યવસ્થામાં આવતો નિયમ પ્રમાણે 3 લાખ કરોડ રૂપિયા ચલણમાં આવે. પરંતું તેની સામે સ્થિતિ એવી છે કે, 700 થી 800 ટન સોનાની આયાતને કારણે 45 બિલિયન ડોલર નાણું દેશ બહાર જાય છે. જો 1000 ટન સોનુ સર્ક્યુલેશનમાં આવે તો વર્ષે 200 ટન સોનાની આયાત ઘટે. વર્ષે 20 બિલિયન ડોલર દેશ બહાર જતા અટકે. 
 
મહિલાઓને કારણે નિષ્ફળ ગઈ આ સ્કીમ
ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટરના ચેરમેન અરિવંદ સહાયે આ યોજનાની નિષ્ફળતાના કારણો જણાવતા કહ્યું કે, દેશની મહિલાઓનો સોના પ્રત્યેના લગાને કારણે ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમ નિષ્ફળ ગઈ. ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમમાં યોગ્ય ઇન્ટેસીવ ન હોવાથી સ્કીમ આપવાનો કોઈ ફાયદો ન થયો, અને સરવાળે આ સ્કીમ નિષ્ફળ રહી. તો સાથે જ લોકો કેમ સોનાને બેંકમાં જમા કરાવે તેનાથી લોકોને શુ ફાયદો તે સ્કીમ ન સમજાવી શકી. લોકોના મનમાં રહેલા ઇન્કમટેક્ષ વિભાગના ડરના કારણે પણ સોનું બેંકમાં ન આવ્યું. બેંકો માટે પણ તેમના રૂટીન બેંકીંગ સામે ગોલ્ડ મોનેટાઇઝ ઘણું છે. બે વાર સ્કીમમાં કરાયો સુધારો પણ કોઇ યોગ્ય પરિણામ ન મળ્યું. વર્ષ 2015માં સ્કીમ લાગુ થઇ વર્ષ 2018 અને 2021 માં સુધારો પણ કરાયો. જો 1000 ટન સોનાનું સરક્યુલેશન થયુ હોત તો તેના રૂપિયાનો ઉપયોગ દેશના વિકાસ માટે થઇ શકત. 


આ પણ વાંચો : 


ખુશખબર! ગુજરાતમાં ધોરણ-8 પછી 20 હજારનું વાઉચર આપશે સરકાર, વિશ્વાસ ન હોય તો વાંચી લો


આ તે કેવું આત્મનિર્ભર બજેટ! 3 લાખ કરોડના 'ફ્લેટ બજેટ' સામે જાહેર દેવું 3.39 લાખ કરોડ