ભયાનક સમય આવ્યો! ચોમાસા વચ્ચે અચાનક પડી ગરમી, હવામાન વિભાગે આપ્યું મોટું કારણ
La Nina Effect : ગુજરાતના અને દેશભરના વાતાવરણમાં આ વર્ષે મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે, ધોધમાર વરસાદ બાદ હાલ ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે, ત્યારે આ વિશે હવામાન વિભાગનુ શું કહેવુ છે જાણીએ
La Nina Effect : ગુજરાતમાં સતત ચાર દિવસથી ગરમીનો દોર શરૂ થયો છે. વરસાદી સિસ્ટમ હટી જતા અને વાદળો હટી જતા ગુજરાતમાં હાલ ભરચોમાસે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. બપોરના સમયે લોકોએ આકરા તાપનો અનુભવ કરી રહ્યાં છે. ભેજના પ્રમાણમાં નજીવો ઘટાડો થતાં બફારાનું જોર યથાવત રહ્યું હતું. ગુજરાતના મોટા શહેરોમાં ગરમીનો પારો ઉપર ચઢ્યો હતો. અમદાવાદમાં જ સવારથી 32 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે. બપોર બાદ પણ અમદાવાદનો પારો 33 ડિગ્રીને વટાવી જાય છે. ગત રોજ જામનગરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયુંહતું. વરસાદે બ્રેક લેતા ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે.
ગુજરાતના ચાર મોટા શહેરોમાં હાલ તાપમાન
- અમદાવાદમાં 32 ડિગ્રી
- વડોદરા 27 ડિગ્રી
- સુરત 27 ડિગ્રી
- રાજકોટ 27 ડિગ્રી
- જામનગર 28 ડિગ્રી
ગરમી કેમ પડી, હવામાન વિભાગે આપ્યું આ કારણ
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યુ કે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જોકે, અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ભેજના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
વરસાદનું પાસું પલટાયું! ગુજરાત પરથી વાદળો હટી જતા હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું નવું એલર્ટ
લા નિનોની અસર
દુનિયાના અનેક દેશોના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે. ક્યાંક વધુ વરસાદ, તો ક્યાંક વધુ ગરમી, ક્યાંક ઓછી ઠંડી તો ક્યાંક દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની મોસમ પણ મોડી શરૂ થાય છે અને શિયાળો લાંબો ચાલતો નથી. શિયાળાની વચ્ચે વચ્ચે વરસાદનું આગમન થાય છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે તેનું કારણ આપતા જણાવ્યું કે, આ લા નિનોની અસર છે. આ વર્ષે તેની અસરથી મેઘતાંડવ જોવા મળ્યું છે. ચોમાસું પણ મોડુ વિદાય લે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધી ચોમાસું ચાલશે.
શિયાળો વહેલો આવશે અને આ વર્ષે કડકડતી ઠંડી પડશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો જણાવ્યા પ્રમાણે, 'લા નિનોની અસર વિદાય લઈ રહેલા ચોમાસાની સાથે આવતી શિયાળાની ઋતુમાં પણ જોવા મળશે. હવે કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. લા નિનોની અસર પછી લા નિનોની સક્રિયતામાં 90 દિવસનો સમય લાગે છે. આ સમય જુલાઈના અંતથી ઑગસ્ટના શરૂઆતમાં પૂરો થાય છે. જેના કારણે જ ચોમાસાની વિદાય સમયે જ તેની અસર જોવા મળતી હોય છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારત સહિત મધ્ય ભારત અને પશ્ચિમ-ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલથી જાણવા મળે છે કે ચોમાસાની સક્રિયતા કેટલી વધુ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લા નિનોની ગતિવિધિને કારણે આ વખતે શિયાળો વહેલો આવશે. આ વખતે શિયાળાની ઋતુ ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ચાલશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં વાતાવરણમાં ફેરફારને કારણે શિયાળાની ઋતુમાં તાપમાનમાં લાંબા સમય સુધી ઘટાડો થતો ન હતો. પરંતુ હાલ લા નિનોની અસરને જોતા આ વખતે શિયાળાની શરૂઆત ઓક્ટોબરમાં થઈ શકે છે. જેથી શિયાળાના 4 મહિના કડકડતી ઠંઠી પડી શકે છે. લા નિનોની અસરને કારણે આ વખતે પહાડોમાં હિમવર્ષા પણ વધુ થઈ શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરના આકાશમાં આજે દેખાશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આ સમય નોંધી લો
સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ રહી શકે છે
હવામાન વિભાગ પ્રમાણે, દેશમાં આ સપ્તાહમાં પણ વરસાદનું જોર રહેશે. આ મહિનામાં ઉત્તર ભારત અને મધ્ય ભારત સહિત ઉત્તર-પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. જેમાં આગામી પાંચ દિવસમાં દેશની રાજધાની દિલ્હી સહિત NCR, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદ પડશે. હાલમાં દેશના વિવિધ ભાગોમાં લો પ્રેશરની અસર સપ્ટેમ્બરના અંત સુધી યથાવત રહી શકે છે. જેના કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થવાની સંભાવના છે અને સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરની શરૂઆત સુધી વરસાદ પડી શકે છે.
2024 સૌથી ગરમ વર્ષ બની શકે છે
યુરોપિયન ક્લાઇમેટ ચેન્જ સર્વિસ 'કોપરનિકસ' એ શુક્રવારે 6 સપ્ટેમ્બર, 2024 જણાવ્યું હતું કે 2024 વર્ષ સૌથી ગરમ રહેશે તેવી સંભાવના વધી રહી છે. ઓગસ્ટ મહિનો વૈશ્વિક સ્તરે સંયુક્ત રીતે સૌથી ગરમ હતો, સપાટીની હવાનું સરેરાશ તાપમાન 16.82 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1991 પછીના મહિના માટે સૌથી વધુ છે. 2020 ની સરેરાશ કરતાં 0.71 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. C3Sના ડેપ્યુટી ડાયરેક્ટર સમન્થા બર્ગિસે જણાવ્યું હતું કે, '2024ના છેલ્લા ત્રણ મહિના દરમિયાન વિશ્વએ સૌથી ગરમ જૂન અને ઓગસ્ટ, સૌથી ગરમ દિવસો અને રેકોર્ડ પર સૌથી ગરમ ઉનાળો અનુભવ્યો છે. રેકોર્ડ તાપમાનની આ શ્રેણી 2024 રેકોર્ડ પર સૌથી ગરમ વર્ષ હોવાની સંભાવના વધારી રહી છે.
મંગળ ગ્રહ પર મળી આવ્યો હસતો ચહેરો, યુરોપિયન સ્પેસ એજન્સીને કંઈક અજુગતુ જોવા મળ્યું