વરસાદનું પાસું પલટાયું! ગુજરાત પરથી વાદળો હટી જતા હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું નવું એલર્ટ

Deep Depression Attack On Gujarat : રાજ્યમાં ઘટ્યું મેઘરાજાનું જોર.. આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં... માત્ર મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા.... 

આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી

1/5
image

મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પરંતું હાલ વરસાદી માહોલ ઠંડો પડ્યો છે. હાલ ગુજરાત પરથી વાદળો હટી ગયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. માત્ર મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી 2 દિવસ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દાહોદ, અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલમાં વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં પણ વરસાદ આવશે. 

આજે અને કાલે વરસાદની હવામાનની આગાહી

2/5
image

આજે દાહોદ, નર્મદા, મહીસાગરમાં વરસાદની આગાહી  છે. તો છોટાઉદેપુર, પંચમહાલ અને વરસાદની આગાહી છે. આવતીકાલે દાહોદ, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં હજી ભારે વરસાદનો સમય આવશે. પરંતું હાલ અમદાવાદમાં હળવા વરસાદની પણ શક્યતા છે.   

આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ

3/5
image

આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ, અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા, અમદાવાદમાં ભેજના કારણે ગરમીનો અનુભવ, આવતીકાલે દાહોદ,અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા, 11 સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. 

ક્યાં કેટલો વરસાદ આવ્યો

4/5
image

ગત રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો. 24 કલાકમાં રાજ્યના કુલ 80 તાલુકામાં વરસાદ આવ્યો. માત્ર 21 તાલુકામાં જ એક ઈંચથી વધારે વરસાદ પડ્યો. સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો. નર્મદાના સાગબારામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. દાહોદના સિંગવાડમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો. વલસાડના વાપી, નર્મદાના ડેડિયાપાડામાં પોણા 2 ઈંચ નોંધાયો. નસવાડી, દેવગઢબારિયા, લીમખેડામાં દોઢ ઈંચ વરસાદ આવ્યો. કામરેજ, વાલોળ, ડોલવણમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો.   

ફરી વરસાદના યોગ સર્જાશે 

5/5
image

અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.