ઝી બ્યુરો/મહેસાણા: ગુજરાતમાં ચોમાસાને કારણે રોડ રસ્તા વાહન ચાલકો માટે ચાલવા લાયક રહ્યા નથી. રોડ પર જ્યાં જઈએ ત્યાં ખાડા છે, તો જે બ્રિજ છે, એ એટલા જર્જરિત છે કે તેના પર ચાલવું એટલું જીવનું જોખમ પાક્કુ. ત્યારે ધરાશાયી થઈ શકે તેવા બ્રિજને રિપેરિંગ કરવામાં સરકારને જરા પણ રસ હોય તેમ લાગતું નથી ત્યારે ક્યાં છે સ્વર્ગ સધાવે તેવા ભ્રષ્ટચારના બ્રિજો? જુઓ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મીની વાવાઝોડાનો ખતરો! 15 ઓગસ્ટ બાદ આગામી દિવસો ભારે, સર્જાશે પૂરની સ્થિતિ!


જો તમે ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાતમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરા સાચવજો. આ બન્ને ઝોનના બે મહત્વના શહેર મહેસાણા અને આણંદ જે બ્રિજ છે તે મોતના બ્રિજ છે. હા, આ ભ્રષ્ટાચારના બ્રિજ કોઈનો પણ જીવ લઈ શકે છે. આ બન્ને બ્રિજો પર તમારા વાહનો તો સો ટકા ભંગાર થશે પણ જો બ્રિજ જ ધરાશાયી થયો તો તમારો પણ જીવ જઈ શકે છે. બન્ને બ્રિજ પર ખાડા અને તિરાડો પડી ગઈ છે. જો જલદી સમારકામ ન થયું તો ધરાશાયી થાય તે નક્કી છે.


ભાજપમાં 'અંદરોઅંદર ડખા'! પાટણમાં કે.સી. પટેલને પછાડવા કોલ્ડ વોર શરૂ, ટાર્ગેટ બની...


મહેસાણાના શિવાલા સર્કલથી બાયપાસ રોડ બનેલો આ બ્રિજ વગોવાયેલો બ્રિજ છે. આ બ્રિજ એટલીવાર જર્જરિત થયો છે કે ન પૂછો વાત. જ્યારે જ્યારે તે જર્જરિત થાય ત્યારે તંત્ર તેમાં લીપાપોથી કરી દે છે પરંતુ સરખું કામ ક્યારેય કરાતું નથી. ટ્રાફિક નિવારવા બનેલો બ્રિજ ટ્રાફિકનું કારણ બની ગયો છે અને અત્યારે તો તે ધરાશાયી થવાની તૈયારીમાં છે. બ્રિજમાંથી સળિયા દેખાવા લાગ્યા છે. આ સળિયા વાહનચાલકો માટે જોખમી બન્યા છે. 


10*15ના રૂમમાં 800 કરોડનું ડ્રગ્સ! મુંબઈના ભિવંડીથી ડ્રગ્સ બનાવતા બે ભાઈની ધરપકડ


  • બાયપાસ બ્રિજની દુર્દશા

  • બ્રિજમાં ખુલ્લા સળિયા 

  • ટાયરો તોડતાં સળિયા 

  • બ્રિજ બે ભાગમાં વહેંચાયો

  • આ છે ભ્રષ્ટાચારનો બ્રિજ!

  • વાહનચાલકો અહીં સાચવજો


'અતિવૃષ્ટિને 15-15 દિવસ વીતી ગયા હોવા છતાં...', પાલ આંબલિયાના સરકાર પર ગંભીર આરોપ


મહેસાણા પછી તમે આણંદની મહી કેનાલ પર બનેલો આ બ્રિજ પણ જોઈ લો. સારસા ગામ નજીકનો વાસદ માર્ગનો આ બ્રિજ ખાડાઓનો બ્રિજ બન્યો છે. ભારે વરસાદથી બ્રિજ પર ખાડા જ ખાડા છે. ખાડા પણ એકથી એક સાઈઝના છે, આ ખાડાઓ અકસ્માતને નોતરી રહ્યા છે, વાહનચાલકોની કમર તોડી રહ્યા છે પણ તંત્રને તેનું સમારકામ કરવામાં જરા પણ રસ નથી.


  • બ્રિજ પર મસમોટા ખાડા

  • આ ખાડા કોઈનો જીવ લેશે!

  • અકસ્માતનો નોંતરતો બ્રિજ

  • અહીં કમર તુટવાનું નક્કી

  • જર્જરિત બ્રિજ જીવ લેશે!


હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી લેજો! ટુ-વ્હીલર માટે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ


તો આ મામલે જ્યારે અમે માર્ગ-મકાન વિભાગનો સંપર્ક કર્યો. તો તેમણે જવાબદારીમાંથી પોતાના હાથ જ અધ્ધર કરી નાંખ્યા. એવો જવાબ આપ્યો કે આ બ્રિજ અમારા હસ્તક નથી આવતો. જનતા ટેક્ષ સારી સુવિધા માટે ચુકવે છે. સુવિધા આપવાની જવાબદારી સરકાર અને તંત્રની છે. લોકશાહીમાં જનતા સર્વોપરી હોય છે, સરકાર અને સરકારી તંત્ર જનતાની સેવા માટે હોય છે, પરંતુ હાલ બધુ ઊંધુ હોય તેમ લાગી રહ્યું છે. જનતાની સાચી સેવા ક્યારે થાય છે તે જોવું રહ્યું