Karnatak election : હાલમાં સૌથી મોટી ચર્ચા એ છે કે ગુજરાતની રણનીતિ કર્ણાટકમાં કેમ ફેલ ગઈ? એક મોટી જીત તમને આત્મવિશ્વાસથી ભરી દે છે. કર્ણાટકની જીત બાદ તેની ઝલક ગુજરાત કોંગ્રેસના (Gujarat congress) નેતાઓમાં જોવા મળી રહી છે. કર્ણાટક ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના ઘણા નેતાઓ ગયા ન હતા. ચૂંટણીમાં જીત બાદ ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે દિપક બાબરિયા ચોક્કસ ત્યાં પહોંચી ગયા છે, પરંતુ કોંગ્રેસની જીતથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી લઈને ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા અને કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત નજરે પડી રહ્યા છે. તેમને લાગે છે કે આ જીતથી પાર્ટીને તાકાત મળી છે. શું તેનો લાભ ગુજરાતમાં મળશે? કમ સે કમ લોકસભાની ચૂંટણીમાં ભાજપને વોકઓવર આપવા જેવી સ્થિતિ સારી રણનીતિ બનાવીને અટકાવી શકાય છે. કર્ણાટકમાં નવી સરકારના રાજ્યાભિષેક બાદ કોંગ્રેસ રાજ્યમાં રાહુલ ગાંધીનો (Rahul gandhi) મોટો કાર્યક્રમ આયોજિત કરવાની તૈયારી કરી રહી છે. તો કર્ણાટકમાં (karanataka loss) હાર બાદ ભાજપ મૌન છે. કર્ણાટક ચૂંટણી માટે રાજ્યમાંથી 128 નેતાઓ પહોંચ્યા હતા. કર્ણાટકમાં લાંબા સમય સુધી રોકાયેલા નેતા ગુજરાત પરત ફર્યા છે પરંતુ કોઈ ટિપ્પણી કરવાના મૂડમાં નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સુપરહિટ, કર્ણાટકમાં ફેલ
ભાજપે ગુજરાતની ચૂંટણીમાં (guajarat election) સુપરહિટ ભરોસાની ભાજપ સરકારના રેકોર્ડબ્રેક નારા સાથે કર્ણાટકની ચૂંટણી લડી હતી. આ સાથે પાર્ટીએ ડબલ એન્જિન સરકાર, સપના સાકારના નારાનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. વોટ શેર ભલે નજીવો ઘટ્યો હોય પરંતુ તેણે ઘણી બેઠકો ગુમાવી છે. ભાજપના વ્યૂહરચનાકારોને આશા હતી કે બજરંગ બલીના મુદ્દા બાદ પાર્ટી સારું પ્રદર્શન કરશે, પરંતુ એવું થયું નહીં. ગુજરાત પ્રદેશ પ્રમુખ (gujarat bjp) અને ભાજપ પેજ કમિટીમાંથી નવા ચાણક્ય તરીકે ઉભરી આવેલા સી.આર.પાટીલ (crpatil)ચોક્કસપણે કર્ણાટક ગયા ન હતા, પરંતુ તેમની કોર ટીમના તમામ નેતાઓ કર્ણાટકમાં જ હતા. પાટીલની જુનિયર ટીમ હવે એ વાત પર મનોમંથન કરી રહી છે કે આટ આટલા પ્રયાસો છતાં ભાજપ 65 બેઠકો પર કેમ સમેટાઈ ગયું.


ગુજરાત સરકારની ખેડૂતોને સલાહ : વાવેતર પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો પસ્તાશો


કોંગ્રેસ ફરી કરશે ફાઈટબેક?
ગુજરાત ચૂંટણીમાં ભાજપે (gujarat bjp) 156 બેઠકો જીતી હતી. ભાજપે દેશભરમાં આ મોટી જીતના ગાણા ગાયા હતા. હિમાચલમાં કોંગ્રેસને જીત મળી અને ગુજરાતમાં હાર, પરંતુ શું કર્ણાટકમાં (karanataka result) 136 બેઠકો ગુજરાતમાં તેનું મનોબળ વધારશે? આ મુદ્દે રાજકીય વિશ્લેષકોમાં મતભેદ છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પાછળનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે કે પાર્ટી ત્યાં એક થઈને લડી હતી. એટલું જ નહીં, ઉમેદવારોની પસંદગી પણ લાંબા સમય પહેલા થઈ ગઈ હતી. આ પછી પાર્ટી સરકારની નિષ્ફળતાઓને જનતા સુધી લઈ જવામાં સફળ રહી. આ કારણે બોમાઈ સરકારને વિદાય આપવામાં આવી હતી. જોકે, રાજકીય વિશ્લેષકો કહે છે કે ત્યાંની જીતથી ગુજરાતમાં કંઈપણ બદલાશે નહીં. જો કોંગ્રેસ આગામી રાજ્યો એટલે એમપી અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ સારો દેખાવ કરશે તો ગુજરાતમાં સમીકરણો બદલાઈ શકે છે.


આ ઘટના તમને વિચલિત કરી દેશે, એક મહિના બાદ બાળકના ગળામાંથી નીકળ્યો સીંગદાણો


એ વાત પણ ન ભૂલો કે કર્ણાટકમાં (Karanatak)પોતાની વચ્ચે લડવાને બદલે પહેલીવાર કોંગ્રેસ એક થઈને લડી હતી. પરિણામે તેમને મોટી જીત મળી અને ભાજપની બેઠકો વધવાને બદલે ઘટી. તેનાથી કોંગ્રેસને ચોક્કસ ફાયદો થશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોનું મનોબળ ઉંચુ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે તેઓ આ નવા મનોબળથી શું હાંસલ કરે છે. ચોક્કસપણે ભાજપે તેની રણનીતિ નવેસરથી બનાવવી પડશે. ભ્રષ્ટાચારના મુદ્દે તેમની પાસે કોઈ જવાબ નહોતો. આનાથી પીએમ મોદીના કરિશ્માઈ ચૂંટણી પ્રચાર પર અસર પડી છે. કર્ણાટકમાંથી કોંગ્રેસને ચોક્કસપણે લાઈફલાઈન મળી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ સંજીવનીનું બને તેટલું સેવન કરશે. પાર્ટી એટલી મજબૂત બની શકે છે.


અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડા-ગરમી બાદ હવે નવા સંકટ માટે તૈયાર રહેજો


ઘણા એમ પણ કહે છે કે, કર્ણાટકની જીતની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. ગુજરાતમાં ભાજપ જીતે છે કારણ કે કોંગ્રેસ નબળી છે. કોંગ્રેસ કેમ નબળી છે તે અંગે કંઈ કહેવાની જરૂર નથી. આગામી પાંચ વર્ષ સુધી કોંગ્રેસની સ્થિતિમાં કોઈ ફેરફાર દેખાય તેવી સંભાવના ઓછી છે. જે મુદ્દાઓ પર તેને કામ કરવાની જરૂર છે તે કોંગ્રેસ કરતી નથી. હા કર્ણાટકમાં મળેલી હાર ચોક્કસપણે ભાજપ માટે ચિંતાનો વિષય છે. પાર્ટીએ દક્ષિણ માટે નવી રણનીતિ ઘડવી પડશે. આ પહેલાં પાર્ટીને રાજસ્થાન (Rajsthan), છત્તીસગઢ અને મધ્યપ્રદેશ (Mp)માં આકરી કસોટીનો સામનો કરવો પડશે. પાર્ટીના નેતાઓનો બળવો, મુસ્લિમોનું એકતરફી મતદાન અને જેડીએસની નબળી રણનીતિ કર્ણાટકની હારના મુખ્ય કારણો હતા. કર્ણાટકની જીત પર ગુજરાત (Gujarat)માં ફટાકડા ફોડવાથી પરિસ્થિતિ બદલાશે નહીં. ગુજરાત કોંગ્રેસને માથાથી પગ સુધી પરસેવો પાડવો પડશે. તો જ તે અહીં ભાજપ સાથે ટક્કર આપી શકશે. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસમાં ટાંટિયાખેંચ જ્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ માટે ગુજરાતમાં ચાન્સ નથી.


કર્ણાટકમાં જીતથી ગુજરાત કોંગ્રેસ ચાર્જ! ગુજરાતમાં થઈ શકે છે રાહુલ ગાંધીનો કાર્યક્રમ


કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની ચૂંટણીનો પડઘો પડ્યો હતો. ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીતનો લાભ લેવા માટે ભાજપે અહીં બંને સફળ સૂત્રોનો ઉપયોગ કર્યો. ભરોસાની ભાજપ સરકાર અને ડબલ એન્જિનની સરકાર, સપનું સાકાર થયું. આ ઉપરાંત ગુજરાતની ચૂંટણી માટે મોટી સંખ્યામાં ગુજરાતના નેતાઓ પણ પહોંચ્યા હતા, જોકે તેમને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી આગળ વધી ત્યારે નંદિની વિરુદ્ધ અમૂલનો મુદ્દો પણ સામે આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તેને કન્નડ પ્રાઇડ સાથે જોડવામાં સફળ રહી હતી. જેનો ફાયદો રિઝલ્ટમાં જોવા મળ્યો છે.