કોરોના શેનાથી ફેલાય તે જ નક્કી નથી તો તંત્ર ગલ્લા ધારકોને જ શા માટે દંડે છે?
* લોકડાઉનના કારણે પહેલેથી જ પાન પાર્લર માલિકોની સ્થિતી કફોડી છે
* પાન પાર્લર માલિકો પાસેથી દંડ વસુલાય તે સંપુર્ણ અયોગ્ય હોવાનો મત
* જરૂર પડશે તો હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવવાની એસોસિએશનની ચિમકી
અમદાવાદ : Amc દ્વારા પાનના ગલ્લા સામે કરાતી કાર્યવાહીના મામલે ગલ્લા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગલ્લા ચાલકોનું માનવું છે કે, જ્યારે કોરોના શેના કારણે ફેલાય તે બાબત જ નક્કી નથી તો તંત્ર દ્વારા માત્ર પાનના દુકાન ધારકોને જ શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લોકોને દંડવામાં આવી રહ્યા છે.
અમદાવાદનાં પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા આ અંગે કોર્પોરેશન તંત્ર અને સરકાર સમક્ષ ઉગ્ર રજુઆત કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. જો જરૂર પડશે તો હાઇકોર્ટનાં દ્વાર પણ ખટખટાવવામાં આવશે તેવું એસોસિએશને જણાવ્યું હતું. એસોસિએશનનાં પ્રમુખે જણાવ્યું કે, લોકડાઉનનાં કારણે પહેલાથી જ ધંધામાં મંદી છે તેવામાં તંત્ર દ્વારા જે પ્રકારે દંડ વસુલવામાં આવી રહ્યા છે તેના કારણે કમાણી કરતા જાવક વધી ગઇ છે. ગલ્લો ચલાવવો હાલ ખોટનો સોદો થઇ ગયો છે.
ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીનો ધમધમાટ, કોરોનાની સ્થિતીમાં આયોજન અંગે બેઠકનું આયોજન
તંત્રની કાર્યવાહી સામે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવાની તૈયારી પણ એસોસિએશન કરી રહ્યું છે. તંત્રનું સ્પષ્ટ રીતે માનવું છે કે, કોરોના સંક્રમણ સેનાથી ફેલાય છે એ નક્કી નથી થયું તો અમારી સામે કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે. જે પ્રકારનાં દંડ વસુલવામાં આવી રહ્યા છે તે હાલ કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતીમાં અમાનવીય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube