રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. પરંતુ સામે પક્ષે જનજીનવન પણ ઠંડીમાં સ્વાસ્થ્ય લાભ મેળવવા કવાયત કરી રહ્યાં છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ઠંડી સાથે જોડાયેલા ગુજરાત (coldwave in gujarat) ના એક એવા સ્થળની, જેનો ઠંડીનો પારો સૌથી વધુ હાઈ રહે છે. એ સ્થળનું નામ છે નલિયા (Naliya). એક સમયે નૌત્તમપુરી, એ પછી નલિનપુર અને હવે નલિયા તરીકે ઓળખાતું ગામ શિયાળા અને ઉનાળામાં લોકજીભે ચઢતું રહે છે. શા માટે શિયાળામાં નિલાયા ઠંડીના કાતિલ મોજાને પાર પહોંચી જાય છે. ગગડતા પારા સાથે નલિયાનું નામ કેમ સૌથી પહેલા જોડાય છે. આવો જાણીએ આ પાછળનું કારણ. 


જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ પ્રદેશ એકદમ ખુલ્લો છે, જે ઉત્તર દિશામાં આવેલો છે. એટલે જમ્મુ-કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્નને લીધે થતી હિમવર્ષાની સીધી અસર જોવા મળે છે. ઉત્તર દિશાના પવનો રણ વિસ્તારને વધારે અસર કરે છે. જલ્દી ઠંડી પકડી લે છે. તેમજ રણ વિસ્તાર ખુલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફૂંકાય છે. એટલે કચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઉપરાંત નલિયાનો વિસ્તાર કચ્છનો વધારે ખુલ્લો વિસ્તાર છે અને ત્યાં ભૌગોલિક વિસ્તાર કચ્છમાં પણ અલગ પડે છે. નલિયામાં રાજ્યનું વધારે ઠંડીનું તાપમાન નીચે જાય છે તેવું હવામાન વિભાગના એક્સપર્ટ રાકેશ કુમારે જણાવ્યું.


ઉનાળામાં ગરમી પણ વધુ પડે છે
વાત ઠંડીની જ નથી, પરંતુ કચ્છ રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં પણ વધારે ગરમી કચ્છમાં અનુભવાય છે. આમ ગરમી હોય કે ઠંડી કચ્છમાં તેના તાપમાન રાજ્યમાં સૌથી વધારે રહેતું હોય છે. એટલે કચ્છનું વાતાવરણ બહુ જ અલગ જોવા મળી રહે છે.


રાજકોટ PSI ફાયરિંગ : ન્યાયની માંગણી સાથે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો 


રણને કારણે પણ હવામાનમાં બદલાવ
કચ્છ યુનિવર્સિટીના રિસર્ચર પ્રોફેસર મહેશ ઠક્કર જણાવે છે કે, હિન્દુકુશ પર્વતમાળામાંથી અતિશય ઠંડા અને સૂકા પવનોનો દક્ષિણ તરફ પ્રવાહ આવે છે. માર્ગમાં ક્યાંય તેઓને અડચણરૂપ બની શકે તેવી કોઈ પર્વતમાળા નથી. તેથી તે પ્રવાહ છેક ભારતના કચ્છ સુધી પહોંચે છે. જેને કારણે ખંભાતના અખાતની નજીક નલિયા તેમજ આજુબાજુના રણ વિસ્તારના ગામોમાં ઠંડી કહેર વર્તાવે છે. પછી ભલેને તે વિસ્તાર દરિયાકાંઠાથી નજીક કે ન હોય. પણ શિયાળામાં વાતાવરણ અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની માફક શિયાળામાં થોડું હૂંફાળું રહેવાને બદલે વધુ કાતિલ ઠંડુ બને છે.
    
ઠંડી આવે એટલે સમાચાર અને મીડિયામાં નલિયાનું જ તાપમાન સૌથી નીચુ રહેલુ જોવા મળે છે. પરંતુ ખરેખર તો એમ કહી શકાય કે, તાપમાન માપતું થર્મોમીટર નલિયામાં જ ગોઠવેલું છે. આજુબાજુના વિસ્તારોમાં થર્મોમીટર ગોઠવાયેલ નથી. જેથી આપણને નલિયાનું જ તાપમાન મળે છે. માટે શક્ય છે કે, આજુબાજુના અન્ય વિસ્તારોમાં નલિયા કરતા પણ તાપમાન હજુ પણ નીચું હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક